________________
કરે છે. પરભવ સંબંધી અયુના બન્ધના સમયે એકાન્ત તિર્યંચ યોગ્ય અથવા એકાન્ત મનુષ્ય યોગ્ય પ્રકૃતિને ઉપચય કરે છે. એ કારણે પૂર્વોત્પન્ન અસુકુમાર મહાકર્મવાળા હોય છે. પરંતુ જે અસુરકુમાર પછીથી ઉત્પન્ન થાય છે, તેઓને હજુ સુધી પરભવનું આયુ નથી હતું અને તિર્યંચ કે મનુષ્યને યોગ્ય પ્રકૃતિને ઉપચય કર્યો હતો નથી. એ કારણે તેઓ અલ્પતર કર્મવાળા હોય છે. હવે પ્રકૃતિને ઉપસંહાર કરે છે હે ગૌતમ– એ કારણે એવું કહેવાય છે કે બધા અસુરકમાર સમાન કર્મવાળા નથી હોતા.
જે સમાન કર્મના વિષયમાં પ્રશ્ન કરાયેલ છે, એ જ પ્રકારે વર્ણ અને વેશ્યાના સમ્બન્ધમાં પણ પ્રશ્ન સમજી લેવું જોઈએ, જેમકે-શું બધા અસુરકુમાર સમાન વર્ણવાળા હોય છે? ઉત્તર-ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ગૌતમસ્વામી શા કારણથી એમ કહેવાય છે કે બધા અસુરકુમાર સમાન વર્ણવાળા નથી હતા?
શ્રી ભગવાન- “અસુરકુમાર બે પ્રકારના રેય છે–પૂર્વોત્પન્ન અને પશ્ચાત્પન્ન જે પૂર્વોત્પન્ન છે તેઓ અવિશુદ્ધતર વર્ણવાળા હોય છે, જે પશ્ચાત ઉત્પન્ન છે તેઓ વિશુદ્ધતર વર્ણવાળા હોય છે. પૂર્વોક્ત નારકેથી અસુરકુમારોમાં આ જે વિષમતા છે, તેનું કારણ એ છે--અસુરકુમારોમાં, ભવના કારણે પ્રશસ્ત વર્ણ નામ કર્મના તવ શુભ અનુભાગને ઉદય થાય છે. પૂર્વોત્પન્ન અસુરકુમારને તે શુભ અનુભાગ ઘણું ખરો ક્ષય થઈ ગએલે છે. એ કારણે પૂર્વોત્પન્ન અસુરકુમાર અવિશુદ્ધતર વર્ણવાળા હોય છે, પરંતુ જે અસુરકુમાર પછીથી ઉત્પન્ન થયેલ છે, તેમના વર્ણ નામ કર્મને શુભ અનુભાગને બહુભાગ ક્ષીણ નથી થયો હતો તેને અધિકાંશ વિદ્યમાન હોય છે. તેથી જ તેઓ વિશુદ્ધતર વણવાળા હોય છે. એ કારણે છે ગૌતમ ! એવું કહેવાય છે કે બધા અસુરકુમાર સમાન વર્ણવાળા નથી હોતા.
વર્ણના સમાન અસુરકુમારોની લડ્યા પણ સમજવી જોઈએ. એ પ્રકારે પૂર્વોત્પન્ન અસુરકુમાર અવિશુદ્ધતર લેશ્યાવાળા હોય છે અને પશ્ચાત્ –ઉત્પન્ન થયેલ અસુકુમાર વિશદ્ધતર લેશ્યાવાળા હોય છે. એનું કારણ એ છે કે જે અસુકુમાર પહેલા ઉત્પન્ન થયેલ છે, તેઓએ પિતાની ઉત્પત્તિના સમયથી જ તીવ્ર અનુભાગવાળા વેશ્યા દ્રવ્યોને ભેળવી ભેળવીને તેમને ઘણે ભાગ ક્ષય કરી નાખેલ હોય છે. હવે તેમના મન્દ અનુભાગવાળા અલ્પ લેશ્યા દ્રવ્ય જ શેષ રહે છે. એ કારણે પૂત્પન્ન અસુરકુમાર અવિશુદ્ધ લેશ્યાવાળા હોય છે અને પશ્ચાત્ ઉત્પન્ન તેમનાથી વિપરીત હોવાને કારણે પિશુદ્ધતર લેશ્યાવાળા હોય છે.
વેદનાના વિષયમાં પણ અસુરકુમારોની વક્તવ્રતા નારકેના સમાન સમજવી જોઈએ. શેષ અર્થાત્ ક્રિયા અને આયુનું સ્વરૂપ પણ નારના સદશ જ કહેવું જોઈએ. અને જેવી પ્રરૂપણ અસુરકુમારની કરેલી છે, તેવી જ નાગકુમારોની, સુવર્ણકુમારોની, અગ્નિકુમારોની વિઘ૯મારોની, ઉદધિકુમારોની, દ્વીપકુમારોની, દિચ્છમાની પવનકુમારોની તથા સ્વનિતકુમારની કરવી જોઈ એ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૩