________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સંમૂર્ણિમ ઉર પરિસપ સ્થલચર પચેન્દ્રિય તિર્યનિક ઔદારિક શરીર કેટલા પ્રકારના કહ્યાં છે?
શ્રી ભગવાન- હે ગૌતમ ! બે પ્રકારના કહ્યાં છે, જેમકે, અપર્યાપ્તક સંમૂર્ણિમ ઉર પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક દારિક શરીર અને પર્યાપ્ત સંમૂર્ણિમ ઉરપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્લગેનિક ઔદારિકશરીર.
એજ પ્રકારે ગર્ભજ ઉર પરિસર્પના પણ ચાર ભેદ સમજી લેવા જોઈએ. એજ પ્રકારે ભુજપરિસર્પના પણ સંમૂર્ણિમ, ગર્ભજ અને બંનેના પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી ચાર ભેદ કહેલા સમજી લેવા જોઈએ. ખેચર પંચેન્દ્રિય તિર્યનિક બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે છે–સંમૂછિ મ અને ગર્ભજ તેમનામાંથી સંમૂર્ણિમ ખેચર પંચેન્દ્રિય તિર્યનિક પણ બે પ્રકારના છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત. ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ પણ એવી રીતે પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! મનુષ્ય પંચેન્દ્રિય ઔદ્યારિક શરીરના કેટલા ભેદ છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! બે ભેદ છે, જેમકે-સંમૂઈિમ મનુષ્ય પંચેન્દ્રિય દારિકશરીર અને ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય દારિક શરીર, તેમાંથી સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિ ઔદ્યારિક શરીર પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય દારિકશરીર કેટલા પ્રકારના કહેલા છે? - શ્રી ભગવાન ગૌતમ ! બે પ્રકારના છે, જેમકે–પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર.
અભિપ્રાય એ છે કે એ કેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી દારિક શરીર પણ પૃથ્વી, અ૫, તેજ, વાયુ અને વનસ્પતિના ભેદથી પાંચ પ્રકારના છે. તેમાં પણ પૃથ્વીકાયિક એકેન્દ્રિય-દારિક શરીરના સૂક્ષમ અને બાદરના ભેદથી બે ભેદ છે અને એ બન્નેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે બે ભેદ થાય છે. એજ પ્રકારે અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના ઔદારિક શરીર પણ ચાર ચાર હોય છે. બધા મળીને ઔદારિકશરીરના અહીં વીસ પ્રકાર પ્રદર્શિત કરાએલા છે.
કીન્દ્રિ, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના ઔદારિકશરીર પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે-બે પ્રકારના જ હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૧૪