________________
જીવીત રહીને પછી અસંજ્ઞી પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે તે અન્તર્મુહૂર્ત જ સંજ્ઞી અવસ્થામાં રહે છે. ઉત્કૃષ્ટ કિંચિકાળ પૃથકત્વ સાગરોપમ સ્પષ્ટ જ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અસંજ્ઞી જીવ અસંજ્ઞી પર્યાયવાળા નિરન્તર કેટલા કાળ સુધી રહે છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી અસંસી જીવ નિરન્તર અસંજ્ઞી પર્યાયથી યુક્ત રહે છે જ્યારે કોઈ જીવ સંક્ષિામાંથી નિકળીને અસંજ્ઞી પર્યાયમાં જન્મ લે છે અને ત્યાં અન્તર્મુહૂર્ત રહીને પુનઃ સંજ્ઞી પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે, તે સમયે તે અન્તર્મુહૂર્ત સુધી જ અસંજ્ઞી પર્યાયથી યુક્ત રહે છે. ઉકૃષ્ટ વનસ્પતિકાલ સ્પષ્ટ જ છે, કેમકે વનસ્પતિકાલ પણ અસંસી છે.
શ્રી ગૌતમસ્વામી–ભગવાન ! ને સંસી નેઅસંજ્ઞી જીવ કેટલા કાળ સુધી નોસંજ્ઞી ને અસંજ્ઞીપણમાં રહે છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! નસંસી ને અસંસી છત્ર કેવલી છે અને તેને કાલ સાદિ અપર્યાવસિત છે. (દ્વાર ૧૯)
હવે વીસમા ભવસિદ્ધિકદ્વારની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ભવસિદ્ધિક અર્થાત્ ભવ્ય જીવ નિરન્તર કેટલા કાળ સુધી ભવસિદ્ધિક પણામાં રહે છે ?
શ્રી ભગવાન – ગૌતમ ! ભવસિદ્ધિક અનાદિ સપર્યવસિત હોય છે. ભવ્યત્વ ભાવ પરિણામિક હોવાના કારણે અનાદિ છે, કિન્તુ મુક્તિ પ્રાપ્ત થતા તેને સદુભાવ નથી રહેતે, તેથી સપર્યવસિત છે. | શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અભાવસિદ્ધિક જીવ કેટલા કાળ પર્યન્ત અભવસિદ્ધિક પણામાં રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! અસિદ્ધિક જીવ અનાદિ અનન્તકાળ સુધી અભવસિદ્ધિક પણમાં રહે છે, કેમકે પારિણામિક ભાવ હોવાથી તે અનાદિ છે અને તેને કયારેય અન્ત થત નથી અગર અસ્ત થઈ જાય તે અભવ્ય જીવ ભવ્ય થઈ જાય પણ તે અસંભવિત છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ભવસિદ્ધિ, ને અભવસિદ્ધિક જીવ કેટલા સમય સુધી ભવસિદ્ધિક, ને અભાવસિદ્ધિક પણામાં રહે છે?
શ્રી ભગવાન ગૌતમ! ભવસિદ્ધિક, ને અભયસિદ્ધિ સાદિ અપર્યવસિત હોય છે, કેમકે એ જીવ સિદ્ધ છે. (દ્વાર ર૦)
હવે એકવીસમા અસ્તિકાયદ્વારની પ્રરૂપણા કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ધર્માસ્તિકાય. ધર્માસ્તિકાયત્વ પર્યાયથી યુક્ત નિરન્તર કેટલા કાળ સુધી રહે છે?
શ્રી ભગવાન ગૌતમ! ધર્માસ્તિકાય સદાકાળ ધર્માસ્તિકાય પણામાં બની રહે છે. એજ પ્રકારે અધમસ્તિકાય, આકાશસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા સમય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૬૬