________________
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન | સંસારપરીત જીવ નિરન્તર કેટલા કાળ સુધી સંસારપરીત પણામાં રહે છે?
શ્રી ભગવા—હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત કાળ સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી યથાવત્ સંસારપરીત જીવ સંસારપરીત રહે છે. તે અનન્તકાળ કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણ–અવસર્પિણી રૂપ સમજવો જોઈએ અને ક્ષેત્રની અપેક્ષાએ દેશન અપાઈ પુદ્ગલપરાવર્ત પ્રમાણ આશય એ છે કે એટલે કાળ વ્યતીત થયા બાદ સંસારપરીત જીવ અવશ્ય જ મુક્તિ પ્રાપ્ત કરી લે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અપરીત જીવ કેટલા કાળ સુધી અપરીત પર્યાયવાળા બની રહે છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! અપરીત બે પ્રકારના કહ્યા છે, જેમ-કાય–અપરીત અને સંસાર-અપરીત અનન્તકાયિક જીવ કાયઅપરીત કહેવાય છે અને જેણે સમ્યકત્વ પ્રાપ્ત કરીને સંસારને પરિમિત નથી કરેલ, તે સંસાર અપરીત કહેવાય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન! કાયાપરીત કેટલા કાળ સુધી નિરન્તર કાયઅપરીત રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી અર્થાત્ અનન્તકાળ સુધી કાયાપરીત નિરન્તર કાય અપરીત પર્યાયથી યુક્ત રહે છે. જ્યારે કઈ જીવ પ્રત્યેક શરીરથી ઉદ્વર્તન કરીને નિગોદમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં અન્તર્મુહૂર્ત સુધી રહીને પુનઃ પ્રત્યેક શરીરી પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે, તે સમયે જઘન્ય અન્તમુહૂર્ત થાય છે. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ જેટલે અનન્તકાળ સમજવો જોઈએ, તેના પછી અવશ્ય ઉદ્દવર્તન થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સંસારઅપરીત જીવ કેટલા કાળ સુધી સંસાર અપરીત પર્યાયવાળા રહે છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ! સંસાર અપરીત બે પ્રકારના છે, જેમકે અનાદિસાન્ત અને અનાદિ અનન્ત જેના સંસારને કયારેય વિચછેદ નહી થશે તે અનાદિ અનન્ત સંસાર અપરીત કહેવાય છે અને જેના સંસારને અન્ત કયારેય થઈ જશે, તે અનાદિસાન્ત સંસારી અપરીયત કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નપરીત અપરીત જીવ કેટલા કાળ સુધી પરીત નિઅપરીત પર્યાયવાળા રહે છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! નપરીત અપરીત જીવ સાદિઅનન્ત હોય છે, કેમકે એવો જીવ સિદ્ધ હોય છે અને તેને અત્ત ક્યારેય હેતું નથી. (દ્વાદ ૧૬)
હવે સત્તરમાં પર્યાપ્ત દ્વારની પ્રરૂપણા કરાય છે
શ્રી ગૌતમસ્વામી ભગવાન ! પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી પર્યાપ્ત અવસ્થામાં નિરન્તર રહે છે?
શ્રી ભગવા–હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક સે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૬૪