________________
આ બધા બાદર આદિ જેને અપર્યાપ્તક જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી જ નિરન્તર અપર્યાપ્તક અવસ્થામાં રહે છે, અધિક નહી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! બાદર પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી બાદર પર્યાપ્ત અવસ્થામાં નિરન્તર બની રહે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ પૃથકત્વ સો સાગરોપમ સુધી બાદર પર્યાપ્તક જીવ નિરતર બાદર પર્યાપ્તક પર્યાયથી યુક્ત રહે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક જીવ કેટલા સમય સુધી નિરન્તર બાદર પૃથ્વીકાયિક રૂપમાં બની રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી બાદરપૃથ્વીકાયિક પર્યાપ્તક જીવ બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક પણામાં રહે છે. એ જ પ્રકારે બાદર અપકાયિક પર્યાપ્ત જીવ પણ જઘન્ય અન્તર્મુહુર્ત સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી બાર અપકાયિક પર્યાયથી યુક્ત બની રહે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! તેજસ્કાયિક બાદર પર્યાપ્ત જીવ કેટલા સમય સુધી તેજસ્કાયિક બાદર પર્યાપ્ત પણામાં રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ સંખ્યાત રાત્રિ-દિન સુધી તેજસ્કાયિક ખાદર પર્યાપ્ત જીવ પિતાના બાદર તેજસ્કાયિક પર્યાપ્ત પર્યાયમાં રહે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! બાદર વાયુકાયિક, વનસ્પતિકાયિક, તથા પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક કેટલા સમય સુધી નિરન્તર પિતપોતાના પર્યાયથી યુક્ત રહે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી ખાદર વાયુકાયિક આદિ નિરન્તર પિતતાના પર્યાયથી યુક્ત બની રહે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નિગોદ પર્યાપ્તક અને બાદર નિગોદ પર્યાપ્ત કાળની અપેક્ષાએ નિરન્તર કેટલા સમય સુધી રહે છે ?
શ્રી ભગવાન – ગૌતમ ! અને અર્થાત નિગોદ પર્યાપ્ત અને બાદર નિગદ પર્યાપ્તક જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત સુધી પિત-પોતાના પર્યાયમાં નિરન્તર બની રહે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! બાદર ત્રસકાયિક પર્યાપ્ત જીવ બાદર ત્રસાયિક પર્યાપ્ત પર્યાયમાં નિરન્તર કેટલા સભ્ય સુધી બની રહે છે?
શ્રી ભગવાન- હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ પૃથકત્વ સે સાગરોપમ સુધી બાદર સકાયિક પર્યાપ્ત પિતાના પર્યાયમાં નિરન્તર બની રહે છે. (દ્વાર )
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૩૪