SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનની જ જેમ વૃત્ત, વ્યસ, ચતુરસ અને આયત સંસ્થાન પણ ચરમ-અચરમ-ચરમાણિ-અચરમાણિ–ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ નથી કહેવાતા પરન્તુ અવયવોના અવિભાંગાત્મકની વિવક્ષા કરાય અચરમ અને ચરમાણિ કહી શકાય છે, અને યદિ પ્રદેશની વિવક્ષા કરાય તે ચરમાન્ત પ્રદેશ અને અચમાન્ત પ્રદેશ કહી શકાય છે. શ્રી ગૌતમસ્વામી –હે ભગવાન ! સંપ્યાત પ્રદેશમાં અવગાઢ અસંખ્યાત પ્રદેશી પરિમંડલ સંસ્થાન શું ચરમ છે અથવા અચરમ છે? ચરમાણિ છે અથવા અચમાણિ છે? અરમાન્ત પ્રદેશ છે, અથવા અચરમાન્ત પ્રદેશ છે? શ્રી ભગવાન્ –હે ગૌતમ! સંખ્યાત પ્રદેશમાં અવગાઢ અસંખ્યાત પ્રદેશી પરિ મંડલ સંસ્થાનની વક્તવ્યતા તેવીજ સમજવી જોઈએ જેવી સંખ્યાત પ્રદેશી તેમજ સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનની કહેલી છે. એ જ પ્રકારે આયત સંસ્થાન સુધી સમજી લેવું જોઈએ. અર્થાત્ અસંખ્યાત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશમાં અવગાઢવૃત્ત વ્યસ ચતુરસ્ત્ર અને આયત સંસ્થાનને પણ ચરમ આદિના વિષયમાં સંખ્યાત પ્રદેશી તેમજ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના સમાનજ કહી લેવું જોઈએ શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! અસંખ્યાત પ્રદેશી તેમજ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાન શું ચરમ છે અગર અચરમ છે? ચરમણિ છે અગર અચરમાણિ છે? અરમાન્ત પ્રદેશ છે અગર અચરમાન્ત પ્રદેશ છે? શ્રી ભગવાન - ગૌતમ! અસંખ્યાત પ્રદેશ તેમજ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનનું કથન સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના સમાન “સમજવું જોઈએ, અર્થાત્ તે ચરમ, અચરમ, ચરમાણિ, અચરમણિ, અરમાન્ત પ્રદેશ અચરમાન્ત પ્રદેશ નથી કહી શકાતા, પણ નિયમથી અનેક અવયવાવિભાગાત્મકત્વની વિવિક્ષાથી અચરમં–ચરમણિ કહેવાય છે. પ્રદેશની વિવક્ષા કરતાં ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ કહેવાય છે. એ જ પ્રકારે આયત સંસ્થાન સુધી સમજી લેવું જોઈએ અર્થાત્ અસંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાના સમાન જ વૃત્ત, વ્યસ, ચતુરસ અને આયત સંસ્થાનની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ, શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! અનન્ત પ્રદેશ અને સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાન શું ચરમ છે અગર અચરમ છે ચરમાણિ છે અથવા અચરમાણિ છે? ચરમાન્ત પ્રદેશ છે અથવા અચરમાન્ત પ્રદેશ છે? શ્રી ભગવાન – ગૌતમ! જેવું સંખ્યાત પ્રદેશી અને અસંખ્યાત પ્રદેશી તેમજ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy