________________
મનુષ્ય સિવાય બાકી બધા તેવીસ દંડકના જીવની ભાવી દ્રવ્યદ્રન્દ્રિયે મનુષ્ય ભવાવસ્થામાં કેઈની હોય છે, કેઈની નથી હોતી. એમ ન કહેવું જોઈએ, કેમકે જે મનુષ્યતર પ્રાણું છે, તેમનું મનુષ્ય ભવમાં આગમન થયા સિવાય મોક્ષ જ નથી થઈ શકતે, અતઃ મનુષ્ય ભવમાં આવવું એવયંભાવી છે, તેથી જ મનુષ્ય પણે ભાવી દ્રવ્યજિયે જઘન્ય આઠ અને ઉત્કૃષ્ટ અનન્ત છે, એમ કહેવું જોઈએ.
વનવ્યર, તિષ્ક, સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર. બ્રહ્મક, લાન્તક શુક, સહસ્ત્રાર, આનત, પ્રાકૃત, આરણ, અચુત અને રૈવેયક દેવપણે એક એક નારકની અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે. બદ્ધ નથી, કેમકે જે નારક નરકમાં વર્તમાન છે, તે વનવ્યન્તરના ભાવમાં વર્તમાન નથી થઈ શકતે ભાવી ઢબેન્દ્રિયે કેઈની હોય છે, તેની નથી હોતી. જે નારકની હોય છે. તેની આઠ, સેળ, જેવીસ, સંખ્યાત અસંખ્યાત અથવા અનન્ત હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! એક એક નારકની વિજય, વૈજયન્ત, જ્યન્ત અને અપરાજિત દેવના રૂપમાં કેટલી અતીત દ્રક્રિયે છે?
શ્રી ભગવાન-નથી, વિજય આદિ ચાર વિમાનના દેવોમાં નારકની અતીત દ્રવ્ય દ્ધિ નથી હોતી. કેમકે જે જીવ એક વાર વિજય આદિ વિમાનમાં ઉત્પન્ન થઈ જાય છે, તેમને ફરી પાછો નિયમેકરી નારકમાં, પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાં, વાનચન્તરોમાં અને ખેતિકામાં જન્મ નથી થતું, તેથી તેમનામાં નારકની અતીત દ્રવ્યેન્દ્રિયેને સંભવ નથી, કેવળ તેઓ મનુષ્યમાં અને સૌધર્માદિ દેવામાં જ ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમરવામી- હે ભગવન ! તેમની ભાવી દ્રવ્યેન્દ્રિય કેટલી છે?
શ્રી ભગવાન ગૌતમ! કઈ કઈની વિજય આદિ દેના રૂપમાં ભાવી વ્યક્તિ હોય છે, કેઈની નથી હોતી. જે નારકની વિજયાદિ દેના રૂપમાં ભાવી દ્રવ્યેન્દ્રિયો હોય છે. તેમની આઠ અથવા સોળ, હોય છે, કેમકે જે વિજ્ય આદિ વિમાનમાં જઈને ઉત્પન થઈ જાય છે, તેમની નિયમથી મુક્તિ થઈ જાય છે.
નારકની સર્વાર્થસિદ્ધ દેવના રૂપમાં અતીત દ્રવ્યેન્દ્રિય નથી હોતી, બદ્ધ દ્રવ્યક્તિ પણ નથી હોતી કેમકે નારકની બદ્ધ કન્દ્રિયે નરક ભવમાં જ થઈ શકે છે. નારક જીવ અતીત કાળમાં કયારેય સર્વાર્થસિદ્ધ દેવ થયેલ નથી, તેથી જ સર્વાર્થસિદ્ધ દેવપણુથી તેમને દ્રવ્યક્તિને અભાવ હોય છે. ભાવી દ્રવ્યક્તિ કેઈ નારકની હોય છે, કેઈની નથી હોતી. જેની હોય છે, તેની આઠ હોય છે, કેમકે સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકવાર ઉત્પન્ન થયા પછી મનુષ્ય ભવ પામીને જીવ સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે.
એ રીતે જેવા નારકના દંડક કહ્યા છે, અર્થાત્ નારકની ચાવીસ દંડકેમાં પ્રરૂપણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૭૪