________________
શ્રી ભગવાન હે ગૌતમ ! બદ્ધ દ્રવ્યેન્દ્રિયે એક એક નારકની આઠ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આગામી કેટલી છે?
શ્રી ભગવાન-કેઈ નારકની ભવિષ્ય કાલિક દ્રવ્યક્તિ હોય છે, કેઈની નથી હોતી, જે નારક નરકમાંથી નિકળીને પાછો કદી નારક નથી થતું. તેની ભવિષ્યકાલિક દ્રવ્યેન્દ્રિ નથી હોતી. જે ફરીથી કોઈ વખતે નરકમાં ઉત્પન્ન થશે, તેની હોય છે. અગર તે એક વાર ઉત્પન્ન થનાર હોય તે તેની આઠ, બે વાર નારક થનારો હોય તે સેળ, ત્રણ વાર ઉત્પન્ન થનાર હોય તે ચોવીસ સંખ્યાત વાર ઉત્પન્ન થનાર હોય તે સંખ્યાત અને વળી અસંખ્યાત વાર ઉત્પન થનાર હોય તે અસંખ્યાત, અગર અનન્ત વાર નારક થનાર હોય તે અનન્ય હોય છે. એ અભિપ્રાયથી સૂત્રકાર કહે છે–જેમની પુરસ્કૃન દ્રવ્યન્દ્રિયે છે, તેમની આઠ સેળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક એક નારકની અસુરકુમાર પણે અર્થાત્ અસુરકુમાર ભવની અવસ્થામાં કેટલી અતીત દ્રવ્યેન્દ્રિયે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! અતીત દ્રવ્યેરિદ્ર અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! બદ્ધ કેટલી છે?
શ્રી ભગવત્ હે ગૌતમ ! વર્તમાન કાળમાં નારકની અસુરકુમાર પણે દ્રવ્યેન્દ્ર બદ્ધ નથી હોતી, કેમકે જે જીવ નારક પર્યાયમાં છે, તે અસુરકુમાર પર્યાયમાં એજ સમયે હોય તે અસંભવ છે.
શ્રી ગૌતમસ્વામી ભગવાન ! પુરસ્કૃત બૅન્દ્રિયો કેટલી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! કોઈની હોય છે, કેઇની નથી હતી. જેની હોય છે, તેની આઠ, સેળ, ચાવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. એનું કારણ પહેલા કહેવાયેલું છે, જેમ અસુરકુમાર પણે દ્રવ્યેન્દ્રિય કહી તેમ જ નાગકુમારપણે, સુવર્ણકુમાર પણે, અગ્નિકુમારપણે, વિઘકુમારપણે, ઉદધિકુમારપણે, દ્વીપકુમારપણે, દિકકુમારપણે, પવન કુમારપણે અને સ્વનિતકુમારપણે પણ કેઈ નારકની ભાવી ઢબેન્દ્રિય હોય છે, કેઈની નથી હતી. જેની હોય છે, તેની આઠ. સેળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક-એક નારકની પૃથ્વીકાયિકપણે કેટલી કેટલી અતીત દ્રવ્યક્તિ હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! અનન્ત અતીત કચેન્દ્રિય હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી હોય છે?
શ્રી ભગવાન હે ગૌતમ! નથી હોતી કેમકે નરક ભવમાં વર્તમાન નારકના પૃથ્વીકાયિકના રૂપમાં વર્તમાન હોવું અસંભવિત છે, એ કારણે બદ્ધ દ્રવ્યેક્તિ નથી હોતી,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
ર૭૨