________________
ન હં માળિયાવા) એ પ્રકારે એકવચન–બહુવચનથી આ દસ દંડક કહેવા જોઈએ.
ટીકાથ–હવે નરયિક આદિના ભાષા ગ્રહણ સંબંધી વક્તવ્યતાનું પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારક જીવ જે દ્રવ્યુંને ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તે શું સ્થિત અર્થાત્ સ્થિર દ્રવ્યને ગ્રહણ કરે છે અથવા અસ્થિત ગમન કિયાવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે?
- શ્રી ભગવાન-હે ગૌતમ! પૂર્વોક્ત કથન પ્રમાણે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે, અસ્થિત દ્રવ્યોને અર્થાત સંચરણવાન દ્રવ્યોને ગ્રહણ નથી કરતા. તેઓને અતિદેશ કરીને સૂત્રકાર કહે છે-જે વક્તવ્ય સમુચ્ચય જીવના વિષયમાં કહ્યો છે, તે જ નરયિકના વિષયમાં પણ જાણી લે જોઈએ, યાવતુ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, એને ભાવથી પણ ગ્રહણ કરે છે, અનન્ત પ્રદેશ કાને ગ્રહણ કરે છે, અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે. એક સમયથી લઈને અસંખ્યાત સયા સુધીની સ્થિતિવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે, વર્ણવાનું , ગન્ધવાન , રસવાનું, સ્પર્શવાન, દ્રવ્યને ગ્રહણ કરે છે, પૃષ્ટ, અવગાઢ અનન્તરાવગાઢને ગ્રહણ કરે છે, અણુદ્રવ્યો અને બાદર દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે, ઊર્વ, અધઃઅને તિર્યને પણ ગ્રહણ કરે છે, આદિ, મધ્ય અને પર્યાવસાનમાં પણ ગ્રહણ કરે છે. સ્વ વિષયભૂતને આનુપૂર્વીથી ગ્રહણ કરે છે, નિયમથી છએ દિશાઓમાં ગ્રહણ કરે છે. સાન્તર પણ ગ્રહણ કરે છે, નિરન્તર પણ ગ્રહણ કરે છે. વિગેરે અલ્પબહત્વની વકતવ્યતા પર્યન્ત જે પ્રરૂપણા જીવના વિષયમાં કહી છે, તેજ નારકના વિષયમાં પણ કહેવી જોઈએ.
એ જ પ્રકારે એકેન્દ્રિય સિવાય બધા દંડક વૈમાનિકે સુધી કહેવા જોઈએ. બધા દંડકના જીવ પૂર્વોક્ત દ્રવ્યોને જ ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, અર્થાત્ સ્થિત દ્રવ્યને ગ્રહણ કરે છે, અસ્થિત દ્રવ્યોને ગ્રહણ નથી કરતાં, દ્રવ્યથી અનન્ત પ્રદેશી સ્કને ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ દ્રવ્યને, કાલથી એક સમય આદિની સ્થિતિવાળા દ્રવ્યોને, ભાવથી રૂપાદિવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે, ઈત્યાદિ પૂર્વોક્ત વિવરણ સમજી લેવું જોઈએ. પણ એકેન્દ્રિય જીવ ભાષા દ્રવ્યને ગ્રહણ નથી કરતા, કેમકે તેમનામાં ભાષાને અભાવ હોય છે. | શ્રી ગૌતમસ્વાતી -ઘણા જીવ જે દ્રવ્યને ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તે દ્રવ્ય સ્થિત હોય છે અગર અસ્થિર હોય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જે એક જીવના વિષયમાં કહેલું છે તે જ ઘણું જેના સંબંધમાં પણ સમજી લેવું જોઈએ. યાવત્ બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચતુરિંદ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક પણ થિત ગમન ક્રિયાથી રહિત દ્રવ્યોને જ ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે. અસ્થિત દ્રવ્યને નથી ગ્રહણ કરતા ઈત્યાદિ આગળ પ્રમાણે જાણવું
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જીવ જે દ્રવ્યને સત્ય ભાષાના રૂપમાં ગ્રહણ કરે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૪૦