________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ગંધથી સુંગધિત ગંધવાળા જે દ્રવ્યને જીવ ભાષા રૂપમાં પરિણુત થવાને માટે ગ્રહણ કરે છે. શું એક ગુણ સુરભિ ગંધવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે? અથવા બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અગર દશ સુરભિ ગંધ વાળા દ્રવ્યને ગ્રહણ કરે છે? શું સંખ્યાત ગુણ સુરભિ ગંધવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે? અસંખ્યાત ગુણ સુરભિ ગંધવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે અથવા અનંતગુણ સુરભિ ગંધવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! એક ગુણ સુરભિ ગંધવાળા દ્રવ્યોને પણ યાવત્ અનન્ત ગુણ સુરભિગંધવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે, તાત્પર્ય એ છે કે, જીવ ભાષાના રૂપમાં પરિ કૃત કરવાને માટે જે પુદ્ગલેને ગ્રહણ કરે છે, તેમાંથી કેઈ એક ગુણ સુરભિ ગંધ વાળ હોય છે, કેઈ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ ગુણ સુરભિ ગંધવાળા પણ હોય છે કે સંખ્યાત ગુણ સુરભિ ગંધવાળા પણ હોય છે અને કઈ અસંખ્યાત ગુણ સુરભિ ગંધવાળા પણ હોય છે અને કેઈ અનન્ત ગુણ સુરભિ ગંધવાળા પણ હેય છે. એ પ્રકારે દુરભિ ગંધવાળા પુદ્ગલેના વિષયમાં પણ સમજી લેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે રસવાળા પુદ્ગલેને જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તેઓ શું એક રસવાળા હોય છે, યાવત પાંચે રસવાળા હોય છે ?
શ્રી ભગવાન-હે મૈતમગ્રહણ યોગ્ય દ્રવ્યની અપેક્ષાએ એક રસવાળા દ્રવ્યોને પણ-ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, યાવત્ બે, ત્રણ, ચાર અને પાંચ રસવાળા પુદ્ગલેને પણ ગ્રહણ કરે છે. કિન્તુ સર્વ ગ્રહણની અપેક્ષાએ નિયમથી પાંચ રસ વાળ દ્રવ્યને પણ ભાષાના રૂપમાં પરિણુત કરવાને માટે ગ્રહણ કરે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! રસ કરીને જે તિક્ત રસવાળા દ્રવ્યોને જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું એક ગુણ તિક્ત રસવાળા હોય છે, થાવત્ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ ગુણ તિત રસવાળા હોય છે, યા સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ અથવા અનન્ત ગુણ તિક્ત રસવાળા હોય છે?
શ્રી ભગવાન ! હે ગૌતમ! તેઓએ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરેલ દ્રવ્ય એક ગુણ તિક્ત પણ હોય છે, યાવત્ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ ગુણ તિક્ત પણ હોય છે, સંખ્યાત ગુણ અસંખ્યાત ગુણ અને અનન્ત ગુણ તિત પણ હોય છે. એજ પ્રકારે મધુર રસ સુધી કહેવું જોઈએ, અર્થાત્ જેમ તિક્ત રસના વિષયમાં કહ્યું છે. એ જ પ્રકારે, અમ્લ, કટુક, કષાય અને મધુર રસના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ કે એક ગુણ અસ્લ આદિને લઈને અનન્ત ગુણ અસ્ત આદિ રસવાળા, દ્રવ્યને જીવ ભાષાના રૂપમાં પરિત કરવાને માટે ગ્રહણ કરે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૨૭