________________
શ્રી ગૌતમસ્વામ–હે ભગવન! ભાવથી સ્પર્શવાળા જે દ્રવ્યને જીવ ભાષા રૂપમાં પરિણત કરવા માટે ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું એક સ્પર્શવાળા હોય છે? યાવત્ આઠ સ્પર્શવાળા હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! ગ્રહણ યોગ્ય દ્રવ્યેની અપેક્ષાએ એક સ્પર્શવાળાં દ્રવ્યોને ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ નથી કરતા, કેમકે એક સ્પર્શવાળા કઈ પુદ્ગલ દ્રવ્ય થતાં જ નથી. એક પરમાણુમાં પણ નિયમથી બે સ્પર્શ મળે છે, કહ્યું પણ છે–પરમાણુ કારણ જ હોય છે, કેઈનું કાર્ય નથી હતા. તે અન્ય દ્રવ્ય છે, કેમકે તેનાથી અતિ સૂક્ષમ કેઈ પુદ્ગલ હતાં નથી. તે સૂક્ષ્મ અને નિત્ય હોય છે. તેમાં એક રસ, એક ગંધ, એકવર્ણ, અને બે પશ વિદ્યમાન હોય છે. તે પ્રત્યક્ષમાં દૃષ્ટિ ગોચર નથી થતાં, કેવળ સ્કન્ય રૂપ કાર્યની અન્યથાનુપપત્તિથી તેમનું અનુમાન થાય છે.
કિન્તુ જીવ ભાષા રૂપ પરિણત કરવાને માટે બે સ્પર્શવાળ, ત્રણ સ્પર્શવાળા અથવા ચાર સ્પર્શવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે. બે સ્પર્શવાળાં દ્રવ્ય હોય તે સિનગ્ધ અને શીત અથવા સ્નિગ્ધ અને અને ઉષ્ણ હોય છે, વિગેરે, ત્રણ હાય રૂક્ષ શીત અને સિનગ્ધ સ્પર્શવાળા અગર રૂક્ષ, ઉરણ અને સ્નિગ્ધ સ્પર્શવાળા વિગેરે હેય છે ચાર સ્પર્શ વાળા દ્ર હોય તે શીત, રૂક્ષ નિગ્ધ અને ઉણ, આ ચાર સ્પર્શવાળા હોય છે
ભાષાના દ્રવ્ય ચતુઃસ્પશી હોય છે–તેઓમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પર્શ જ હોય છે કિન્તુ લઘુ, ગુરૂ, મૃદુ, કર્કશ એ ચારમાંથી કઈ સ્પર્શ મળી આવતું નથી.
ભાષા રૂપમાં પરિણત કરવાને માટે જીવ પાંચ સ્પર્શવાળા, સાત, પશવાળા અને આઠ સ્પર્શવાળા દ્રવ્યોને પણ ગ્રહણ નથી કરતા. પણ સર્વગ્રહણની અપેક્ષાએ વિચાર કરાયતે નિયમથી ચાર સ્પર્શવાળાં દ્રવ્યને જ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે. તેઓ આ પ્રકારે છે–શીતપર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે, ઉષ્ણસ્પર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે, નિષ્પ સ્પર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે અને રૂક્ષ સ્પર્શવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સ્પર્શની અપેક્ષાએ જે શીત સ્પર્શવાળા દ્રવ્યને જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે દ્રવ્યો શું એક ગુણ અર્થાત એક અંશવાળા શીત હોય છે, અથવા બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ ગુણ શીત હોય છે ? અથવા સંખ્યાત ગુણ શીત, અસંખ્યાત ગુણ શીત અગર અનન્ત ગુણ શીત હોય છે?
શ્રી ભગવાન – ગૌતમ ! તે દ્રવ્ય એક ગુણ શીત પણ હોય છે, યાવત્ અનન્ત ગુણ શીત પણ હોય છે, અર્થાત્ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ, સંખ્યાત-અસંખ્યાત અથવા અનન્ત ગુણ શીત હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૨૮