________________
ઓછા છે. આ બન્નેની અપેક્ષાએ જીવાસ્તિકાય પ્રદેશથી અનન્ત ગણા છે, કેમકે જીવ દ્રવ્ય અનન્ત છે અને તેમનામાંથી પ્રત્યેકના પ્રદેશ કાકાશના પ્રદેશની બરાબર છે. જીવાસ્તિકાયની અપેક્ષાએ પુદગલાસ્તિકાય પ્રદેશથી અનન્ત ગણુ છે, કેમકે પુદ્ગલની અન્ય વર્ગણાઓને જ લેવામાં આવે જીવના એક એક પ્રદેશ અનન્ત અનન્ત કમ પરમાણુઓથી આવૃત્ત છે અર્થાત્ જીવના પ્રત્યેક પ્રદેશના સાથે અનન્ત-અનન્ત કામણ વર્ગણના પરમાણુ ચાટેલા હોય છે, તેથી જ સ્વાભાવિક રીતે આ સિદ્ધ થઈ જાય છે કે જીવા. સ્તિકાયના પ્રદેશોની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાયના પ્રદેશ અનન્ત ગુણિત છે. કમ વગણથી અતિરિક્ત દારિક, વિકિય આદિ અન્ય અનેક વર્ગણ પણ છે. પુદ્ગલાસ્તિકાયની અપેક્ષાએ પણ અદ્ધાકાળને પ્રદેશ અનન્ત ગુણિત છે કેમકે એક એક પુદ્ગલાસ્તિકાયના આગળ કહ્યા અનુસાર, વિભિન્ન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના સમ્બન્ધના કારણે અતીત અને અનાગત સમય અનન્ત અનન્ત છે. અદ્ધાકાળની અપેક્ષાએ આકાશારિતકાય પ્રદેશની દષ્ટિએ અનન્ત ગણું છે, કેમકે અલકાકાશ અનન્ત અસીમ છે.
હવે ધર્માસ્તિકાય આદિના દ્રવ્ય અને પ્રદેશ બન્નેની અપેક્ષાએ અ૯૫ બહુત્વ પ્રરૂપિત કરે છે
1 શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન ! આ ધર્માસ્તિકાયના દ્રવ્ય અને પ્રદેશમાં કોણ કેનાથી અલ્પ, ઘણ, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ! ધર્માસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ બધાથી ઓછા એક છે અને પ્રદેશોની અપેક્ષાએ તે અસંખ્યાત ગણું છે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! અધર્માસ્તિકાયના દ્રવ્ય અને પ્રદેશમાં કે જેનાથી અ૫, ઘણા, તુલ્ય અગરતે વિશેષાધિક છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-બધાથી ઓછા અધર્માસ્તિક દ્રવ્યની અપે. ક્ષાએ છે કેમકે તે એક દ્રવ્ય જ છે, પરંતુ અસંખ્યાત પ્રદેશી હોવાના કારણે પ્રદેશની દષ્ટિએ તે અસંખ્યાત ગણું છે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્! દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિએ આકાશાસ્તિકાયનું અ૫ બહત્વ શું છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! આકાશાસ્તિકાય દ્રવ્યની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
८६