________________
અપેક્ષાએ બધાથી અ૮૫ છે કેમકે એક છે. પરન્ત પ્રદેશોની અપેક્ષાએ તે અનન્ત ગણા છે અર્થાત્ તેમના પ્રદેશ અનન્ત છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યથી આકાશાસ્તિકાય એક છે અને પ્રદેશ અનન્ત છે. તેથી દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશોથી તેને અનન્ત ગણું કહેવું જાઈએ.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ જીવાસ્તિકાયમાં કોણ કેનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિ કાય અલ્પ છે અને પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત ગણું છે, કેમકે એક એક જીવના કાકાશના પ્રદેશના બરાબર અસંખ્યાત-અસંખ્યાત પ્રદેશ છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ પુદગલાસ્તિકાયમાં કેણુ કેનાથી અપ, ઘણું, તુલ્ય અગરતે વિશેષાધિક છે? * શ્રી ભગવાન ઉત્તર આપે છે–દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય ઓછા છે, કેમકે પ્રદેશથી દ્રવ્ય ઓછાં જ હોય છે. પ્રદેશની અપેક્ષાએ તે અસંખ્યાત ગણા છે. પ્રશ્ન કરી શકાય છે કે લેકમાં અનન્ત પ્રદેશ સર્કંધ ઘણા છે. તેથી જ પગલાસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશોથી અનન્ત ગણા હોવા જોઈએ, અસંખ્યાતગણું નહીં? તેનું સમાધાન કરવા માટે કહ્યું છે કે “દ્રવ્યની દૃષ્ટિએ અનન્ત પ્રદેશી સ્કન્ધ બધાથી સ્વ૯૫ છે, પરમાણુ પુદ્ગલ તેમની અપેક્ષાએ અનન્ત ગણા છે, સંખ્યાત પ્રદેશી સ્કન્ધ સંખ્યાત ગણું છે અને અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ અસંખ્યાત ગણું છે” આ કથન આગળ કરવામાં આવશે. તદનુસાર અનન્ત પ્રદેશી ઔધ અત્યન્ત અલ્પ છે અને પરમાણુ તેમની અપેક્ષાએ અત્યધિક છે અને તેઓ બધા પૃથક પૃથક દ્રવ્ય છે, એ કારણે અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ પરમાણુઓની અપેક્ષાએ અસંખ્યાત ગણું જ છે. આ પ્રકારે પગલાસ્તિકાય પ્રદેશની દષ્ટિએ અસંખ્યાત ગણાજ હોઈ શકે. અનન્તગણ થઈ શકતા નથી.
અદ્ધા સમય અર્થાત્ કાલ દ્રવ્યના વિષયમાં દ્રવ્ય અને પ્રદેશના અન્ય બહત્વને લઈને પ્રશ્ન ન કરે જોઈએ કેમકે કાળને પ્રદેશ નથી હોતા. પ્રશ્ન કરી શકાય છે કે કાલ દ્રવ્ય જ છે તેને પ્રદેશ નથી, આ વિષયમાં યુક્તિ કઈ છે? જેમ અનન્ત પરમાણુઓનો સમૂહ રૂપ સ્કન્ધ દ્રવ્ય કહેવાય છે અને તેના અવયવ પ્રદેશ કહેવાય છે, તે જ રીતે સંપૂર્ણ કાળને દ્રવ્ય અને તેના અવયને પ્રદેશ કહી શકાય છે? તેને ઉત્તર આ છે કે અહીં દષ્ટાન્ત અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨