________________
દાક્ટનિકમાં મહાન વિષમતા છે જ્યારે પરમાણુ પરસ્પર સાપેક્ષ થઈને અર્થાત્ એકમેક થઈને પરિણત થાય છે ત્યારે તેમને સમુદાય સ્કન્ધ કહેવાય છે જે તે પરમાણુઓ પરસ્પર નિરપેક્ષ હોય તે તેમના સમૂહને સ્કન્ય નથી કહિ શકાતે. અદ્ધા સમય પરસ્પર નિરપેક્ષ છે. સ્કન્ધના સમાન પરસ્પર સાપેક્ષ દ્રવ્ય નથી. જ્યારે વર્તમાન સમય હોય છે તો તેના આગળ અને પાછળના સમયનો અભાવ હોય છે. તેથી જ તેમનામાં સ્કન્ધ રૂપ પરિણામને અભાવ છે અને તેજ કારણે અદ્ધાસમયના પ્રદેશને અભાવ કહેલ છે. અદ્ધાકાલ પૃથક પૃથક દ્રવ્ય છે.
હવે પૂર્વોક્ત ધર્માસ્તિકાય આદિ બધાના એક સાથે દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ અલપ બહત્વ બતાવાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા સમયમાંથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ કેણ કેનાથી અ૫, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે પરસ્પરમાં તુલ્ય છે. કેમકે ત્રણે એક એક દ્રવ્ય છે, તેથીજ બધાથી ઓછા છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બન્ને પ્રદેશોની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે પરંતુ પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત ગણુ છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યથી ધર્માસ્તિકાય એક છે અને અધર્માસ્તિકાય પણ એક છે. પણ બન્નેના પ્રદેશ અસંખ્યાત—અસંખ્યાત છે, તેમના પ્રદેશોમાં કેઈ ન્યૂનાધિકતા નથી. એ કારણે દ્રવ્યથી પ્રદેશ અસંખ્યાત ગણે છે. દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી અતઃગણું છે કેમકે જીવે દ્રવ્ય અનન્ત છે. જીવાસ્તિકાય પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગણું છે, કેમકે એક–એક જીવના અસંખ્યાત-અસંખ્યાત પ્રદેશ થાય છે. પ્રદેશ રૂપ જીવાસ્તિકાયથી દ્રવ્ય રૂપ પુદ્ગલાસ્તિકાય અનન્તગણુ છે, કેમકે જીવના એકએક પ્રદેશની સાથે અનન્ત અનન્ત કર્મપુદ્ગલ દ્રવ્ય સંબદ્ધ છે. દ્રવ્ય રૂપ પુદ્ગલાસ્તિકાયની અપેક્ષાએ પ્રદેશ રૂપ પુદ્ગલાસ્તિકાય અસંખ્યાતગણું છે. આ વિષયમાં યુક્તિ પહેલા કહેવાએલી છે, આગળ કહેવામાં આવનારા વચન આ વિષયમાં પ્રમાણ છે. તેની અપેક્ષાએ પણ અદ્ધાસમય દ્રવ્ય અને પ્રદેશથી અનન્તગણું છે. આ વિષયમાં પણુ યુકિત પહેલા કહેવાઈ ગઈ છે. અદ્ધા સમયની અપેક્ષાએ આકાશાસ્તિકાય પ્રદેશોની દષ્ટિથી અનન્તગણું છે, કેમકે આકાશાસ્તિકાય બધી દિશાઓમાં અનન્ત છે, તેમની ક્યાંય કોઈ સીમા નથી. જ્યારે અદ્ધાસમય ફકત મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે. એકવીસમું અસ્તિકાય દ્વાર સપૂર્ણ છે ૨૬ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
८८