________________ શ્રી ભગવાન-ગૌતમ! બધાથી ઓછા જીવ જાતિનામ નિધત્તાયુના આઠ આકર્ષોથી બાંધવાવાળા છે, સાત આકર્ષોથી બાંધવાવાળા તેમની અપેક્ષાએ સંખ્યાતગણ અધિક છે. આકર્ષોથી બાંધવાવાળા તેમનાથી પણ સંખ્યાતગણું અધિક છે. પાંચ આકર્ષોથી બાંધવાવાળા તેમનાથી પણ સંખ્યાત ગણા અધિક છે, ચાર આકળથી બાંધવાવાળા તેમનાથી સંખ્યાતગણ અધિક છે, ત્રણ આકર્ષોથી બાંધવાવાળા તેમનાથી સંખ્યાતગણ અધિક છે, બે આકર્ષોથી બાંધવાવાળા તેમનાથી સંખ્યાલગણ અધિક છે અને એક આકર્ષથી બાંધવાવાળા તેમનાથી પણ સંખ્યાલગણ અધિક છે. આ પ્રકારે અ૫બહુ ગતિના નિધત્તાયું સ્થિતિ નામ નિધત્તાયુ, અવગાહના નામ નિધત્તાયુ પ્રદેશ નામ નિધત્તાયુ અને અનુભાવ નામ નિધત્તાયુને બાંધવાવાળાઓને જાણી લેવા જોઈએ. આ રીતે અલ્પ બહુત્વ સંબન્ધી આ છએ દંડકેને જીવથી આરંભ કરીને કહેવા જોઈએ. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલવતિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયબોધિની ટીકાનું છઠું વ્યુત્ક્રાંતિ પદ સમાપ્ત 6 શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : 2 410