________________
તદુરૂપ નામકર્મને ગતિનામે કહે છે. તેની સાથે નિધન અર્થાત્ નિષિક્ત આયુ ગતિ નામ નિધત્તાયુ કહેવાય છે. અમુકભવમાં સ્થિત રહેવું તે સ્થિતિ છે, તેની પ્રધાનતા નામ સ્થિતિનામ કહેવાય છે. જે, જે ભવમાં ઉદયને પ્રાપ્ત રહે છે, તે ગતિ, જાતિ તથા પાંચે શરીરેથી ભિન્ન સ્થિતિ નામ સમજવું જોઈએ. એ સ્થિતિ નામના કર્મની સાથે નિધત્ત અર્થાત્ નિષિક્ત આયુને સ્થિતિનામ નિધત્તાયુ કહે છે. એ જ પ્રકારે જેમાં જીવ અવગાહના કરે તેને અવગાહના સમજવી જોઈએ અર્થાત્ ઔદારિક આદિ શરીર તેમને નિર્માણ કરનારા શરીર નામકર્મ અવગાહના નામકર્મ કહેવાય છે. તેની સાથે નિધત્ત આયુને અવગાહના નામ નિધત્તાયુ કહે છે. પ્રદેશને અર્થ છે કર્મ પરમાણુ. તેઓ પ્રદેશ સંક્રમથી પણ ભેગવાતા ગ્રહણ કરાય છે. તેમની પ્રધાનતાવાળા નામ પ્રદેશ નામ કહેવાય છે. તેને ફલિતાર્થ આ છે કે જે, જે ભવમાં પ્રદેશથી ભગવાય છે, તે પ્રદેશનામ કહેવાય છે. તેનાથી વિપાકેદયને પ્રાપ્ત નામનું ગ્રહણ થઈ જાય છે. એ પ્રદેશ નામની સાથે નિધત્ત આયુને પ્રદેશ નામ નિધત્તાયુ કહે છે. અનુભાવને અર્થ વિપાક છે. અહીં પ્રકૃષ્ણ અવસ્થાવાળા વિપાક જ ગ્રહણ કરાય છે. તેની પ્રધાનતાવાળા નામ અનુભાવ નામ છે તેથી જ જે ભવમાં જે તીવ્ર વિપાકવાળું નામ કમ ભેગવાય છે તે અનુભવ નામે કહેવાય છે, જેમ નરકમાં અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ઉપઘાત, અનાદેયદાસ્વર, અયશ કીતી વિગેરે. આ અનુભાવ નામની સાથે નિધત્ત આયુ અનુભાવ નામ નિધત્તાયુ કહેવાય છે. આયુકમની પ્રધાનતા પ્રગટ કરવા માટે જાતિ નામ કર્મ આદિ પણ આયુના વિશેષણ રૂપમાં કહેવાયેલા છે. કેમકે નારક આદિની આયુને ઉદય થતાં જાતિ નામ કમ આદિનો ઉદય થાય છે, અન્યથા નહિ તેથી જ આયુની પ્રધાનતા છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! નારક જીવના આયુબન્ધ કેટલા પ્રકારના કહેલા છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! આયુબન્ધ છ પ્રકારના કહેલા છે તે આ રીતે છે -જાતિ નામનિધત્તાયુ, ગતિનામનિધત્તાયુ. સ્થિતિનામનિધત્તાયું, અવગાહનાનામનિધત્તાયુ, પ્રદેશનામનિધત્તાયુ, અનુભાવનામનિધત્તાયુ. એ રીતે વૈમાનિકે સુધી કહી લેવા જોઈએ. અર્થાત્ અસુરકુમાર આદિ ભવનપતિના પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિયના, ત્રણ વિકેલેન્દ્રિયેના, પંચેન્દ્રિય તિર્થના મનુષ્યના, વાનવ્યન્તરના, જ્યોતિષ્ક દેવોના વૈમાનિકના આયુબન્ધ પણ ઉક્ત પ્રકારથી છ પ્રકારના છે.
હવે તે પ્રરૂપણ કરાય છે કે જાતિ ગતિ આદિથી વિશિષ્ટ આયુને જીવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
४०८