________________
આયુવાળા અને નિરૂપક્રમ આયુવાળા. તેઓમાં જે પૃથ્વીકાયિક નિરૂપકમ આયુવાળા છે, તેઓ નિયમથી વર્તમાન આયુના બે ભાગ વ્યતીત થઈ જતાં અને ત્રીજો ભાગ શેષ રહેતાં આગામી ભવના આયુને બન્ધ કરે છે. જે પૃથ્વીકાયિક જીવ સોપકમ આયુવાળા છે, તેઓ કદાચિત વર્તમાન આયુને ત્રીજો ભાગ શેષ રહેતા પરભવના આયુને બન્ધ કરે છે. કિંતુ એ નિયમ નથી. કે ત્રીજો ભાગ શેષ રહેતાં તે આયુને બંધ કરી જ લે, તેથી જ જે જીવ તે સમયે આયુબ નથી કરતા તેઓ અવશિષ્ટ ત્રીજા ભાગના ત્રણ ભાગમાંથી બે ભાગ વ્યતીત થઈ જતાં અને એક ભાગ બાકી રહેતા આયુને બન્ધ કરે છે. કદાચિત્ એ ત્રીજા ભાગમાં પણ આયુને બન્ધ ન થાય તે શેષ આયુને ત્રીજો ભાગ શેષ રહેતાં આયુને બન્ધ કરે છે. અર્થાત્ સંપૂર્ણ વર્તમાન આયને ત્રીજો ભાગ શેષ રહેતાં અથવા નવમે ભાગ શેષ રહેતાં અથવા સત્તાવીસમે ભાગ શેષ રહેતાં સપકમ આયુવાળા પૃથ્વીકાયિક જીવ અગામી ભવના આયુનો બન્ધ કરે છે.
કયાંક ક્યાંક “યાવત્ ' પદને પ્રગ દેખાય છે, તેને અર્થ એ છે કે જે જીવ ત્રીજા ભાગના ત્રીજા ભાગના ત્રીજા ભાગમાં અર્થાત વર્તમાન આયુના સત્તાવીસમાં ભાગમાં પણ આગામી ભવના આયુને બબ્ધ નથી કરતા તેઓ સત્તાવીસમાં ભાગના ત્રીજા ભાગમાં અર્થાત સંપૂર્ણ આયુષ્યના એકાસીમા ભાગમાં અગામી ભવના આયુને બન્ધ કરે છે. અને કઈ કઈ જીવ એકાસીમા ભાગના ત્રીજા ભાગમાં આયુ બાંધે છે, અર્થાત્ સંપૂર્ણ આયુના બસે તેતાલીસમાં ભાગમાં આગલા ભવના આયુને બધ કરે છે. કેઈ કઈ જીવ તે તેમના પણ ત્રીજા ભાગમાં અર્થાત્ સપૂર્ણ આયુના સાત એગણત્રીસમાં ભાગમાં આયુને બન્ધ કરે છે. અગર એ સમયે પણ આયુને બન્ધ ન કર્યો તે વર્તમાન આયુને અન્તર મુહૂત કાલ શેષ રહેતા તે અવશ્ય જ નવીન આયુને બન્ધ કરી લે છે. એવું કઈ કઈ આચાર્યોનું કથન છે. પણ મૂળ પાઠમાં ચાવતુ ” પદ ઉપલબ્ધ નથી થતું. એવી સ્થિતિમાં આ કથન યુક્ત છે કે નહીં એને વિચાર બુદ્ધિમાનેએ સ્વયં કરી લેવો જોઈએ.
અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય અને આયુ બન્ધ પૃથ્વીકાચિકેના સમાનજ સમજવો જોઈએ
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચ વર્તમાન આયના કેટલા ભાગ શેષ રહેતા પરભવના આયુને ખબ્ધ કરે છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૪૦૪