________________
બને ઉત્પન્ન થાય છે. જે સમ્યગ્દષ્ટિ નથી ઉત્પન્ન થતા તેઓ તે શદ્ધ સંયમનું પાલન કરીને સંયત ઉત્પન્ન થાય છે. કિન્તુ જે મિથ્યાદિષ્ટ ભવ્ય અને અભવ્ય ઉત્પન્ન થાય છે તેઓ ચારિત્રક્રિયાની આરાધનાથી ત્યાં ઉત્પન્ન થાય છે. પરંતુ ગુણસ્થાન તે તેમનાં પહેલાં (મિથ્યાષ્ટિ) જ રહે છે એ ચારિત્રની કિયાને કારણે અહીં સંયતાસંયત અને અસંયતને નિષેધ કર્યો છે. અનત્તર વિમાનમાં સંયતાસંયત અને સંયતને નિષેધ કરીને સંયતનું જ ગ્રહણ કર્યું છે તે તેજ ભાવ સંયત લેવા જોઈએ.
જેવી વક્તવ્યતા વેયક દેના ઉપપાતની કહી, એવીજ પાંચ અનુત્તર વિમાનના દેવેની સમજવી જોઈએ, પણ અનુત્તર વિમાનમાં સંયત મનુષ્યજ ઉત્પન્ન થાય છે, અસંયત અથવા સંયતાસંયત ઉત્પન્ન નથી થતા.
ગૌતમ સ્વામી-ભગવદ્ યદિ સમ્યગ્દષ્ટિ સંયત પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોથી અનુત્તરી પપાતિક દેવેનો ઉપપાત થાય છે તે શું પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોથી ઉપપાત થાય છે અથવા અપ્રમત્ત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉપપાત થાય છે?
શ્રી ભગવાન-ગૌતમ! અપ્રમત્ત સંયત મનુષ્યથી જ ઉપપાત થાય છે, પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાસકેથી અનુત્તરૌપપાતિક દેવ ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમસ્વામી –ભગવાન્ યદિ અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાને કર્મભૂમિ જ ગર્ભજ મનુષ્યથી અનુત્તરવિમાનના દેવ ઉત્પન્ન થાય છે તે શું બદ્ધિ પ્રાપ્ત સંયથી ઉત્પન્ન થાય છે અથવા અનુદ્ધિ પ્રાપ્ત સંયોથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાનઃ-ગૌતમ! બનેથી ઉત્પન્ન થાય છે, અર્થાત ત્રાદ્ધિપ્રાપ્ત અને અનુદ્ધિપ્રાસ અપ્રત્તમ સંયત સમ્યદૃષ્ટિ પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી અનુત્તર વિમાનના દેવ ઉત્પન્ન થાય છે.
એ રીતે સૌધર્મ અને ઈશાનદેના ઉપપાતની પ્રરૂપણામાં બધા નારકે અને દેવેને નિષેધ કરાએલ છે, સનકુમારથી લઈને સહસાર પર્યન્તના દેવામાં અકર્મભૂમિથી ઉ૫પાતને નિષેધ કરાયેલ છે. આનત આદિમાં તિયચ પંચેન્દ્રિયના ઉત્પન થવાને નિષેધ કરાયેલ છે. અને વિજયાદિ વિમાનમાં મિથ્યાદષ્ટિ મનુષ્યથી ઉપપાત થવાને નિષેધ કરેલ છે. ઉપપાત દ્વાર સમાપ્ત થયું.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૯૦