________________
શ્રી ભગવાન: હે ગૌતમ! સ્ત્રિથી પણ ઉત્પત્તિ થાય છે, પુરૂષોથી પણ ઉત્પત્તિ થાય છે અને નપુંસકાથી પણ થાય છે અર્થાત્ સ્ત્રી, પુરૂષ અને નપુંસકલિંગ વાળા મનુષ્ય મરીને તેમાં પૃથ્વીના નારકના પર્યાયમાં ઉત્પન્ન થઈ શકે છે.
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! સાતમી પૃથ્વીના નારક કયાંથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન હે ગૌતમ! એજ પ્રકારે અર્થાત તમે પૃથ્વીના નારકોની જેમજ સમજી લેવા જોઈએ, વિશેષતા એ છે કે સ્ત્રિથી નિષેધ કરે જોઈએ અર્થાત સ્ત્રી સાતમી નારક ભૂમિમાં ઉત્પન્ન નથી થતી.
ઊપર કહેલ વિષયને સંગ્રહ કરવાવાળી બે ગાથાઓ કહે છે
અસંજ્ઞી જીવ મરીને જે નરકમાં ઉત્પન્ન થાય તે પહેલી પૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે. સરીસૃપ અર્થાત્ પેટ ઘસીને ચાલનારા પ્રાણી જે નરકમાં ઉત્પન્ન થાય તે બીજા નરક સુધીમાં જ ઉત્પન્ન થઈ શકે છે. પક્ષી ત્રીજા નરક સુધીમાંજ ઉત્પન્ન થઈ શકે છે. સિંહ ચોથા નરક સુધીમાંજ ઉત્પન્ન થઈ શકે છે. ઉરગ પાંચમી પૃથ્વી સુધીમાં સ્ત્રિયો છટ્ટી પૃથ્વી સુધીમાં અને મત્સ્ય તથા મનુષ્ય સાતમી પૃથ્વી સુધીમાં ઉત્પન્ન થાય છે. આ સાતે પૃથ્વીને ઉત્કૃષ્ટ ઉપપાત કહે છે, અર્થાત્ અહીં જે જે જેને જે જે ભૂમિ સુધી ઉપપાત બતાવેલો છે તે ઉત્કૃષ્ટ છે–તે જીવ તેનાથી આગળ ઉત્પન્ન નથી થઈ શક્તા, પરંતુ પહેલાની કોઈ પણ ભૂમિમાં ઉત્પન્ન થઈ શકે છે.
જેમ મનુષ્ય અને મત્સ્યની ઉત્પત્તિ સાતમી ભૂમિ સુધી કહેલી છે, પણ તેના પહેલાની છઠી પાંચમી યાવત્ પહેલી નરક ભૂમિમાં પણ તેમની ઉત્પત્તિ થઈ શકે છે.
અહિં એ સમજી લેવું જોઈએ—સામાન્ય નારેકના તથા રત્નપ્રભા પૃથ્વીના નારકોના ઉપપાતમાં દે, નારકે; પાંચ પૃથ્વી કાયિક આદિ સ્થાવરે, ત્રણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૬૯