________________
શ્રી ભગવાન - હે ગૌતમ! પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિથી નારકેની ઉત્પત્તિ થાય છે, અપર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિયાથી નથી થતી.
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્યદિ મનુષ્યથી અર્થાત્ મનુષ્ય ભવથી નારક ઉત્પન્ન થાય છે તે સંમૂર્ણિમ મનુષ્યથી નારક ઉત્પન્ન થાય છે, અથવા ગર્ભજ મનુષ્યથી નારક ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન -હે ગૌતમ ! સંમૂર્ણિમ મનુષ્યથી નારકને ઉપપાત નથી થતું, કિન્તુ ગર્ભજ મનુષ્યોથી નારકને ઉપપાત થાય છે.
શ્રી ગૌતમસ્વામી હે ભગવદ્ ! અગર ગર્ભજ મનુષ્યથી નારક ઉત્પન્ન થાય છે તે શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે અગર અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે અથવા અન્તર દ્વીપના ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન - ગૌતમ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યથી નારક ઉત્પન્ન થાય છે, અકર્મ ભૂમિના ગર્ભજ મનુષ્યથી નારક ઉત્પન્ન થતા નથી અને અંતર દ્વિીપજ ગર્ભજ મનુષ્યથી પણ નારક ઉત્પન્ન થતા નથી
શ્રી ગૌતમસ્વામી -દિ કર્મ ભૂમિજ ગર્ભજ મનુષ્યોથી ઉત્પન્ન થાય છે તે શું સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે અથવા અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે ?
શ્રા ભગવાહે ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા કમભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન નથી થતા
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન! યદિ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે તો શું પર્યાપ્તકેથી ઉત્પન્ન થાય છે અથવા અપર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન ગૌતમ! પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ જ ગર્ભજ મનુષ્યથી ઉત્પન્ન થાય છે, પરંતુ અપર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ જ ગર્ભજ મનુષ્યથી નારક ઉત્પન્ન નથી થતા.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૬૬