________________
રહિત હાય છે. ખાર મુહૂર્તના પછી અવશ્ય કોઇ ને કોઇ નરક ગતિમાં ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન કરી શકાય છે કે આગળ એક પૃથ્વીમાં પણ ચાવીસ મુહૂત પ્રમાણ સાઢિ ઉપપાત વિરહ કહેવાશે, એવી સ્થિતિમાં સમુદાય રૂપમાં અર્થાત્ સામાન્ય રૂપથી ખાર મુહૂર્તીનેા જ ઉપપાત વિરહ કહેવા તે કેવી રીતે સ ંગત થઇ શકે?
તેના ઉત્તર આ રીતે છે-રત્નપ્રભા આદિ એક એક પૃથ્વીમાં ઉપપાતના વિરહ ચાર્વીસ મુહૂર્ત આદિના થવા છતાં પણ સામાન્ય રૂપથી નરક ગતિમાં ઉપપાતને વરતુ ખાર મુહૂર્ત પ્રમાણુ જ હાય છે, કેમકે ખાર મુહુત વીતી જતાં કાઇને કોઇ પૃથ્વીમાં અવશ્ય જ કેાઈ જીવની ઉત્પત્તિ થાય છે. ભગવાને કેવળજ્ઞાનથી એવું જાણેલુ છે.
જેમ નરક ગતિ ઉત્કૃષ્ટ ખાર મુહૂર્ત સુધી ઉપપાતથી રહિત કહેલી છે, એ જ પ્રકારે તિય ́ચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ પણ ઉત્કૃષ્ટ માર મુર્હુત સુધી જ ઉપપાતથી રહિત થાય છે. પરન્તુ સિદ્ધગતિના ઉપપાત વિરહ ઉત્કૃષ્ટ છ માસના છે. અર્થાત્ એક જીવના સિદ્ધ થયા પછી અગર કોઇ જીવ સિદ્ધ ન થાય તે છ માસ સુધી ન થાય, એવા સભવ છે, પણુ છ માસ પછીના સમયમાં કોઈને કોઈ જીવ અવશ્ય જ માક્ષમાં જાય છે.
એ રીતે ઉદ્વના અર્થાત્ કોઇ ગતિથી નીકળવાના સમંધમાં પણ કહેવુ જોઇએ. પણ સિદ્ધ ગતિમાં ગએલા જીવ ફરીથી કદિ નીકળતા નથી અર્થાત્ સિદ્ધ ગતિથી ઉના નથી થતી, એ કારણે ત્યાં ઉતનાના વિરહ કાળ પણ નથી. ત્યાં તે ઉનાના વિરહ સદૈવ છે, કેમકે સિદ્ધ પર્યાય સાદિ હાવા છતાં અનન્ત છે. સિદ્ધ જીવ સદાકાળ સિદ્ધ જ રહે છે. એ અભિપ્રાયથી કહેવાયેલું છે હે ભગવન્ ! તિય ́ચ ગતિ કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત હાય છે ? અર્થાત્ કેટલા સમય સુધી ફાઈ જીવ તિય ́ચ ગતિમાં નથી ઉત્પન્ન થતા ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૩૨૯