________________
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી તિર્યંચ ગતિ ઉપપાતથી રહિત થાય છે.
શ્રી ગૌતમસ્વામી હે ભગવદ્ ! મનુષ્ય ગતિ કેટલા સમય સુધી ઉપપાતથી રહિત હોય છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી મનુષ્ય ગતિ ઉપપાતથી વિરહિત રહે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! દેવ ગતિ કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત કહેલી છે?
શ્રી ભગવાન- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર સુહૂત સુધી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન સિદ્ધ ગતિ કેટલા કાળ સુધી સિદ્ધિથી રહિત થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ માસ સુધી સિદ્ધગતિ સિદ્ધિથી રહિત હોય છે, અર્થાત્ ઓછામાં ઓછો એક સમય એવે હોય છે જ્યારે કઈ જીવ મેક્ષ નથી પ્રાપ્ત કરો અને અધિકમાં અધિક છ માસ સુધી કેઈ જીવ મેલે નથી જ. છ માસ ગયા પછી અવશ્ય કઈ ને કઈ જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નરક ગતિ કેટલા સમય સુધી ઉદૂવ તેનાથી રહિત કહેલી છે? અર્થાત્ એ કેટલે સમય છે કે જ્યારે કોઈ પણ જીવ નરકથી બહાર ન નીકળે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહતી.
શ્રી ગૌતમસ્વામી-તિર્યંચ ગતિ કેટલા સમય સુધી ઉદ્વર્તનાથી રહિત કહેલી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત પર્યન્ત ઉદ્વતનાથી રહિત કહેલી છે?
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! મનુષ્ય ગતિ કેટલા કાળ સુધી ઉદ્વતેનાથી રહિત કહેલી છે?
શ્રી ભગવાન –હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી.
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન દેવ ગતિ કેટલા સમય સુધી ઉદ્વતનાથી રહિત કહેલી છે?
શ્રી ભગવાહે ગૌતમ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી ઉદ્વર્તનાથી રહિત કહેલી છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૩૦