________________
પર્યાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એવું કહેવાનું શું પ્રજન છે?
શ્રી ભગવાન્હે ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા પુદ્ગલ બીજા જઘન્ય અવગાહનાવાળા પુગલેથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે, પ્રદેશની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે. અવગાહનાની અપેક્ષાએ તુલ્ય થાય છે, કેમકે બન્ને જઘન્ય અવગાહના વાળા છે. સ્થિતિની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણાદિની અપેક્ષાએ તથા ઉપરના ચાર અર્થાત્ શીત, ઉષ્ણુ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શોની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અર્થાત્ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલના પર્યાય પણ એવા જ સમજવા જોઈએ, પણ તેમાં વિશેષતા એ છે કે એ સ્થિતિની દષ્ટિએ તુલ્ય બને છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! મધ્યમ અવગાહના વાળા પુદ્ગલેના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! મધ્યમ અવગાહના વાળા પુદ્ગલેના અનન્ત પર્યાય છે?
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શા કારણે એમ કહેવું છે કે મધ્યમ અવગાહના વાળા પુદ્ગલેના અનન્ત પર્યાય છે?
શ્રી ભગવાન હે ગૌતમ! મધ્યમ અવગાહના વાળા એક પુદ્ગલ બીજા મધ્યમ અવગાહનાવાળા પુદ્ગલથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય થાય છે. પ્રદેશની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે, વર્ણાદિ અર્થાત્ વર્ણ, ગંધ અને રસની તથા આઠ સ્પર્શોની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળા પુદ્ગલેના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! એવું કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન ગૌતમ! જઘન્ય સ્થિતિવાળ એક પુદ્ગલ બીજા જઘન્ય સ્થિતિવાળા પુદ્ગલથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય થાય છે. પ્રદેશની દષ્ટિએ ષટસ્થાન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૨૩