________________
ધિકતા થાય તે એક પ્રદેશની થઈ શકે છે. અધિક હીનાધિકતાને સંભવ થત નથી. જે બે જઘન્ય પ્રદેશી અન્ય એક પ્રદેશથી અવગાઢ છે, તેમાં અવગાહનાની દષ્ટિએ તુલ્યતા છે. બે પ્રદેશમાં જે અવગાઢ છે, તેઓ પણ તુલ્ય અવગાહના વાળા છે. પણ એક જઘન્ય પ્રદેશી સ્કન્ધ બીજા જઘન્ય પ્રદેશી સ્કલ્પથી સ્થિતિમાં ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણ આદિથી તથા શીત, ઉણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શાના પર્યાયેથી ષટ્રસ્થાન પતિત છે.
હે ભગવન ! ઉત્કૃષ્ટ પ્રદેશી જેની પૃચ્છા? અર્થાત્ ઉત્કૃષ્ટ પ્રદેશી કન્વેના કેટલા પર્યાય થાય છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે હે ગૌતમ! ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય થાય છે.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! શા કારણે એવું કહ્યું છે કે ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય કહ્યા છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! ઉત્કૃષ્ટ પ્રદેશી એક સ્કન્ધ બીજા ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય હોય છે. પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય થાય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણાદિથી તથા આઠ સ્પર્શના પર્યાયેથી ષટ્રસ્થાન પતિત થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! અજઘન્ય–અનુત્કૃષ્ટ પ્રદેશ કોને કેટલા પર્યાય કહ્યા છે?
શ્રી ભગવાન્ –હે ગૌતમ! અનન્ત પર્યાય કહ્યા છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન શા કારણે એમ કહ્યું છે કે અજઘન્ય અનુત્કૃષ્ટ (મધ્યમ) પ્રદેશી સ્કના અનન્ત પર્યાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! મધ્યમ પ્રદેશી સ્કન્ધ બીજા મધ્યમ પ્રદેશી કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે. પ્રદેશોની અપેક્ષાએ પસ્થાન પતિત થાય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે સ્થિતિની અપેક્ષાએ પણ ચતુસ્થાન પતિત થાય છે અને વર્ણ આદિ તથા આઠ સ્પર્શેની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે.
શ્રી ગૌતસ્વામી–હે ભગવન ! જઘન્ય અવગાહના વાળા પુદ્ગલેના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અવગાહના વાળા પુદ્ગલેના અનન્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૨૨