________________
તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ દ્રિસ્થાન પતિત, અવગાહનાની અપેક્ષાએ દ્રિસ્થાન પતિત સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત, વર્ણ આદિથી ષસ્થાન પતિત અને શીત સ્પર્શના પર્યાયથી તુલ્ય થાય છે. ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શેની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે.
ઉત્કૃષ્ટ ગુણ શીત સંખ્યાત પ્રદેશી સ્કન્ધ પણ જઘન્ય ગુણ શીત સંખ્યાત પ્રદેશી સ્કન્ધના સમાનજ સમજવા જોઈએ, મધ્યમ ગુણ શીત એ પ્રકારના છે. પણ તેમાં વિશેષતા એ છે કે એ સ્વસ્થાનમાં પણ ષટૂસ્થાન પતિત થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જઘન્ય ગુણ શીત અસંખ્યાત પ્રદેશી યુદૂગલ સ્કલ્પના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! એમ કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય ગુણ શીત અસંખ્યાત પ્રદેશી એક પુગલ બીજા જઘન્ય ગુણ શીત અસંખ્યાત પ્રદેશ પુદ્ગલ સ્કથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય, પ્રદેશોની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત, અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત, સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત, વર્ણ આદિની અપેક્ષાએ સ્થાન પતિત અને શીત સ્પર્શના પર્યાયેથી તુલ્ય થાય છે, કેમકે બને જઘન્ય ગુણ શીત છે. ઉષ્ણુ સ્પર્શ, સ્નિગ્ધ પશ તથા રૂક્ષ સ્પશની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે.
એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ અસંખ્યાત પ્રદેશ સ્કન્ધની પ્રરૂપણું સમજવી જોઈએ અને મધ્યમ ગુણ શીત અસંખ્યાત પ્રદેશી સ્કન્દના સંમ્બન્ધમાં પણ એમજ કહેવું જોઈએ. પણ મધ્યમ ગુણ શીતમાં વિશેષતા એ છે કે એ સ્વસ્થાનમાં પણ ષટસ્થાન પતિત થાય છે.
શ્રી ગૌતમસ્વામી- હે ભગવાન્ ! જઘન્ય ગુણ શીત અનન્ત પ્રદેશી સ્કોના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! અનન્ત પર્યાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન જઘન્ય ગુણ શીત અનન્ત પ્રદેશ7 સ્કન્ધાના અનન્ત પર્યાય છે, એમ કહેવાનું શું કારણ છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૧૬