SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણ શીત પરમાણુ પુદ્ગલની પ્રરૂપણ પણ જઘન્ય ગુણ શીત પરમાણુના સમાનજ છે. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં પણ ષટસ્થાન પતિત બને છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જઘન્ય ગુણ શીત દ્વિપ્રદેશ અને કેટલા પર્યાય છે? શ્રીભગવાન -જઘન્યગુણ શીત દ્વિદેશી સ્કન્ધના અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમ-હે ભગવન્! એવું કહેવાનું શું કારણ છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય ગુણ શીત એક ક્રિપ્રદેશી અન્ય બીજા જઘન્ય ગુણ શીત દ્વિપ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય થાય છે, અવગાહનાની અપેક્ષાએ હીન પણ થઈ શકે છે, તુલ્ય પણ થઈ શકે છે અને અધિક પણ થઈ શકે છે. જે હીન હોય તે એક પ્રદેશથી હીન થાય છે. અને જે અધિક હોય તે એક પ્રદેશથી અધિક થાય છે. સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણ, ગંધ અને રસના પર્યાથી છ સ્થાન પતિત અને શીત સ્પર્શના પર્યાયેથી તુલ્ય થાય છે, ઉષ્ણુ સ્નિગ્ધ તથા રૂક્ષ સ્પશને પર્યાથી ષટસ્થાન પતિત થાય છે. એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ શીત પણ સમજી લેવા જોઇએ અને મધ્યમ ગુણ શીત પણ એજ પ્રકારે જાણવા જોઈએ. મધ્યમ ગુણ શીતમાં વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં પણ સ્થાન પતિત થાય છે. એ જ પ્રકારે ત્રિપ્રદેશી ચાર પ્રદેશી, પંચ પ્રદેશ, છ પ્રદેશ, સાત પ્રદેશી, આઠ પ્રદેશ, નૌ પ્રદેશી અને દશ પ્રદેશી પુદ્ગલ સ્કન્ધની પણ પ્રરૂપણ કરી લેવી જોઈએ, પણ અવગાહનાની અપેક્ષાએ તેઓમાં ઉત્તરોત્તર પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ. યાવત્ દશ પ્રદેશી કન્વેના નવ પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જઘન્ય ગુણ શીત સંખ્યાત પ્રદેશી સ્કના કેટલા પર્યાય કહેલા છે? શ્રી ભગવાન–હે ગૌતમ! અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્ ! એમ કહેવાનું શું પ્રજન છે? શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય ગુણ શીત સંખ્યાત પ્રદેશી એક સ્કન્ધ બીજા જઘન્ય ગુણ શીત સંખ્યાત પ્રદેશી રકમ્પથી દ્રવ્યની અપેક્ષાએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૧૫.
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy