________________
શ્રી ભગવાન-હે અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી– હે ભગવન ! એવું કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! એક જઘન્ય ગુણ કર્કશ અનન્ત પ્રદેશી સ્કન્ય બીજા જઘન્ય ગુણ કર્કશ અનન્ત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે. કેમકે પ્રત્યેક દ્રવ્ય અનન્તપર્યાયવાળું થાય છે. અને અનન્તપ્રદેશી સ્કન્ધ પણ દ્રવ્ય છે, તેથી તેમાં પણ અનન્ત પર્યાયને સંભવ છે. તે પ્રદેશોની અપેક્ષાએ
સ્થાન પતિત બને છે, અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, બ્રિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત અને વર્ણ, ગંધ, રસની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. કર્કશ સ્પર્શની દષ્ટિએ તુલ્ય થાય છે અને શેષ સાત સ્પર્શના પર્યાયોથી પણ છ સ્થાન પતિત થાય છે,
એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ કર્કશ અનન્ત પ્રદેશી સ્કન્ધ પણ સમજી લેવા જોઈએ. મધ્યમ ગુણ કકશના સમ્બન્ધમાં પણ એવું જ કહેવું જોઈએ પણ તેમાં વિશેષતા એ છે કે સ્વસ્થાનની અપેક્ષાએ પણ અર્થાત્ કર્કશ સ્પર્શથી પણ તે ષટસ્થાન પતિત થાય છે. મૃદુ, ગુરૂ અને લઘુ સ્પર્શ પણ એજ સમજી લેવું જોઈએ
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જઘન્ય ગુણ શીત પરમાણુ પુદ્ગલેના કેટલા પર્યાય કહેવાયેલા છે?
શ્રી ભગવાન-ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવનું એવું કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! એક જઘન્ય ગુણ શીત પરમાણુ યુગલ બીજા જઘન્ય ગુણ શીત પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે પ્રદેશની અપેક્ષાએ તુલ્ય થાય છે, અવગાહનાની અપેક્ષાએ પણ તુલ્ય થાય છે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત વર્ણ, ગંધ અને રસથી ષટસ્થાન પતિત તથા શીત સ્પર્શના પર્યાથી તુલ્ય થાય છે. જઘન્ય ગુણ શીત પુદ્ગલ પરમાણુમાં ઉણ સ્પર્શન કહેવું જોઈએ, કેમકે શીત અને ઉણ સ્પશ પરસ્પર વિરોધી હોવાને કારણે એક જ પરમાણુમાં નથી રહી શક્તા. તે સ્નિગ્ધ તથા રૂક્ષ સ્પર્શોથી ષટસ્થાન પતિત થાય છે; ઉત્કૃષ્ટ ગુણ શીત પણ એ પ્રકારે સમજી લે જોઈએ. મધ્યમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૧૪