________________
માત્રા જેમાં મળી આવે છે, તે પુદ્ગલ જઘન્ય ગુણ કાળા કહેવાય છે. અહીં ગુણ શબ્દ અંશ અગર માત્રાને વાચક છે. જઘન્ય ગુણને અર્થ છે--બધાથી ઓછા અંશ બીજા શબ્દોમાં એમ કહી શકીએ છીએ કે જે પુગલમાં કેવળ એક ડીગ્રીનું કાળા પણ હોય જેનાથી ઓછા કાળાપણાને સંભવ જ ન હોય તે જઘન્ય ગુણ કાળા કહેવાય છે. એ જ પ્રકારે કાળા પણાનો બધાથી વધારે અંશ જેમાં મળી આવે તેને ઉત્કૃષ્ટ ગુણ કાળા સમજવા જોઈએ. એક અંશ કાળા પણથી અધિક અને બધાથી અધિક-અન્તિમ કાળા પણાથી એક અંશ ઓછા સુધીના કાળા મધ્યમ ગુણ કાળા કહેવાય છે, એજ પ્રકારે જઘન્ય ગુણ નીલ પીત આદિવના વિષયમાં, જઘન્ય ગુણ, રસ સ્પર્શ આદિના વિષયમાં પણ સમજી લેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવદ્ ! જઘન્ય ગુણ કૃષ્ણ પરમાણુ પુદ્ગલેના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન - હે ગૌતમ ! જઘન્ય ગુણ કૃષ્ણ વર્ણ પરમાણુ પુદ્ગલેના અનન્ત પર્યાય કહ્યા છે.
શ્રી ગૌતમસ્વામી ભગવત્ એમ કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન્ –હે ગૌતમ જઘન્ય ગુણકાળ એક પરમાણુ પુદ્ગલ બીજા જઘન્ય ગુણકાળા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે. પ્રદેશની અપેક્ષાએ તુલ્ય થાય છે, અવગાહનાથી પણ તુલ્ય થાય છે સ્થિતિની અપે. ક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે કૃષ્ણ વર્ણના પર્યાયની અપેક્ષાએ તુલ્ય થાય છે. શેષ વણ તેમાં હોતા નથી, કેમકે તેમાં કૃષ્ણ વર્ણ છે અને પરમાણુમાં એક જ વર્ણ હોઈ શકે છે. ગંધ, રસ અને બે સ્પર્શની અપેક્ષાએ તે ષટસ્થાન પતિત થાય છે. એવી જ રીતે ઉત્કૃષ્ટ ગુણકાળા પુદ્ગલ પરમાણુ પણ સમજી લેવા જોઈએ, મધ્યમ ગુણ કાળા પરમાણુની વકતવ્યતા પણ આજ પ્રકારની જાણવી જોઈએ. મધ્યમ ગુણ કાળા પરમાણુ યુદ્ગલમાં વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં પણ ષટસ્થાન પતિત થાય છે, કેમકે મધ્યમ ગુણકાળા વર્ણના તરતમતાના આધાર પર અનન્ત ભેદ સંભવે છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન જઘન્ય ગુણ કૃષ્ણ દ્વિદેશી પુદ્ગલ સ્કલ્પના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! અનઃ પર્યાય કહ્યા છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ તેમ કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! એક જઘન્ય ગુણ કૃષ્ણ દ્ધિપ્રદેશી સ્કન્ધ બીજા જઘન્ય ગુણ કોણ દ્વિ પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૧૦