________________
થાય છે. એ રીતે ત્રિપ્રદેશી, ચાર પ્રદેશી, પંચ પ્રદેશી, પ્રદેશી, સપ્તપ્રદેશી અષ્ટપ્રદેશી નવ પ્રદેશ અને દશ પ્રદેશ, પુદ્ગલ સ્કન્ધ પણ સમજી લેવા જોઈએ. પણ તેઓમાં અનુક્રમથી એક એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ જે પહેલા કહી દિધેલ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જઘન્ય સ્થિતિક સંખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કાના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવનું એવું કહેવાનું શું કારણ છે ?
શ્રી ભગવાહે ગૌતમ ! એક જઘન્ય સ્થિતિક સંખ્યાત પ્રદેશી સ્કન્ધ બીજા જઘન્ય સ્થિતિક સંખ્યાત પ્રદેશી સ્કલ્પથી દ્રવ્યની અપેક્ષાએ તત્ય છે. પ્રદેશની અપેક્ષાએ દ્રિસ્થાન પતિત થાય છે, અર્થાત્ હીન હોય તે સંખ્યાત ભાગ હીન, અગર સંખ્યાત ગુણહીન થાય છે, અધિક હોય તે સંખ્યાત ભાગ અધિક અથવા સંખ્યાત ગુણ અધિક હોય છે. અવગાહનાની અપેક્ષાએ પણ દ્રિસ્થાન પતિત થાય છે, તેનું ઉચ્ચારણ પૂર્વવત્ કરી લેવું જોઈએ. સ્થિતિની અપેક્ષાએ તુલ્ય થાય છે, કેમકે બને જઘન્ય સ્થિતિવાળા છે. વર્ણાદિની અપેક્ષાએ તથા ચાર સ્પર્શો–શીત ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ–થી ષટ્રસ્થાન પતિત થાય છે. એ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિક સંખ્યાત પ્રદેશી કન્વેની પ્રરૂપણ કરવી જોઈએ. મધ્યમ સ્થિતિવાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ધ પણ એ પ્રકારને છે, કિન્તુ સ્વાસ્થાનમાં અથોત્ સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જઘન્ય સ્થિતિક અસંખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કને કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! અનન્ત પર્યાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ શા કારણે એનું કહેવાય છે કે જઘન્ય સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કલ્પના અનત પર્યાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! એક જઘન્યસ્થિતિક અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ બીજા જઘન્ય સ્થિતિક અસંખ્યાત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨