________________
ગૌતમસ્વામી–હે ભગવન જઘન્ય સ્થિતિવાળા પરમાણુ યુગલના કેટલા પર્યાય કહ્યા છે?
શ્રી ભગવત્ હે ગૌતમ! અનંત પર્યાયે કહ્યા છે.
શ્રી ગૌતમસ્વામી હે ભગવન જઘન્ય સ્થિતિવાળા પરમાણું પુદ્ગલેના અનન્ત પર્યાય છે. એમ કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળું એક પરમાણુ યુગલ જઘન્ય સ્થિતિવાળા બીજા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની દૃષ્ટિથી તુલ્ય છે. પ્રદેશની અપેક્ષાથી પણ તુલ્ય હોય છે. અવગાહનાથી પણ તુલ્ય હોય છે. સ્થિતિથી પણ તુલ્ય હોય છે. વર્ણાદિથી તથા બે સ્પર્શીથી ષટસ્થાન પતિત થાય છે.
ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પુદ્ગલ પરમાણુંની પ્રરૂપણા જઘન્ય સ્થિતિવાળાની સમાન સમજવી જોઈએ. મધ્યમ સ્થિતિવાળા પરમાણુ પુદ્ગલની પ્રરૂપણા પણ એવી જાતની છે, પણ વિશેષતા એ છે કે મધ્યમ સ્થિતિવાળા એક પરમાણ પદગલ બીજા મધ્યમ સ્થિતિવાળા પરમાણુ પુદ્ગલથી સ્થિતિએ ચતુઃસ્થાન પતિત થાય છે.
શ્રી ગૌતમસ્વામી-જઘન્ય સ્થિતિવાળા અર્થાત્ એક સમયની સ્થિતિવાળા ઢિપ્રદેશી સ્કન્ધોના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! એમ કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવન- હે ગૌતમ ! જઘન્ય સ્થિતિક એક ક્રિપ્રદેશ સ્કન્ધ બીજા જઘન્ય સ્થિતિક દ્વિદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે, પ્રદેશની અપેક્ષાએ તુલ્ય થાય છે, કેમકે બન્ને જ બે બે પ્રદેશવાળા છે. અવગાહનાની અપેક્ષાએ સ્યાત્ હીન, સ્યાત્ તુલ્ય અને સ્થાત્ અધિક થાય છે. જે હીન હોય તે એક પ્રદેશ હીન અને અધિક હોય તો એક પ્રદેશથી અધિક થાય છે. સ્થિતિની અપેક્ષાએ તુલ્ય થાય છે અને વર્ણાદિથી તથા ચાર ઉષ્ણ શીત સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શોથી ષટસ્થાન પતિત થાય છે. શેષ ચાર સ્પર્શ તેમાં હોતા નથી. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ક્રિપ્રદેશી સ્કન્ધની પ્રરૂપણ પણ આ પ્રકારે સમજવી જોઈએ. મધ્યમ સ્થિતિવાળા ઢિપ્રદેશી સ્કન્ધની પ્રરૂપણું પણ આવી જ છે. પણ તેમાં વિશેષતા એ છે કે તે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૯૯