________________
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એમ કહેવાને શે હેતુ છે?
શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી એક પુદ્ગલ સ્કન્ધ બીજા જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત બને છે. અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે. સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત બને છે અને વર્ણ, ગંધ, રસ, તથા શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે.
જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી પુદ્ગલ સ્કન્ધના સમાજ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધની પ્રરૂપણા સમજી લેવી જોઈએ મધ્યમ અવગાહનાવાળા અર્થાત્ આકાશના બેથી લઈને સંખ્યાત પ્રદેશોમાં સ્થિત પુદ્ગલ સ્કન્ધની વક્તવ્યતા પણ આ પ્રકારની છે, પણ તેમાં વિશેષતા એ છે કે એ સ્વસ્થાનમાં ચતુઃસ્થાન પતિત છે, જ્યારે સંખ્યાત પ્રદેશી સ્કન્ધ સ્વસ્થાનમાં દ્રિસ્થાન પતિત જ થઈ શકે છે.
- શ્રી ગૌતમસ્વામી–હે ભગવન જઘન્ય અવગાહનાવાળા અનન્ત પ્રદેશ પુદ્ગલ કલ્પના કેટલા પર્યાય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અનન્ત પર્યાય કહેવાને શે હેતુ છે?
શ્રી ભગવાન ! હે ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા અનન્ત પ્રદેશી પુદગલ સ્કંધ બીજા જઘન્ય અવગાહનાવાળા અનન્ત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય, પ્રદેશોની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે, કેમકે તેમાં સંખ્યાત–અસંખ્યાત અનન્ત ભાગહીનાધિક અને સંખ્યાત–અસંખ્યાત, અનન્ત ગુણહીનાધિક પ્રદેશ થઈ શકે છે. અવગાહનાની દષ્ટિએ તુલ્ય થાય છે. સ્થિતિની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણ આદિ તથા ઉપર્યુક્ત ચાર સ્પર્શીની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અનન્ત પ્રદેશની પ્રરૂપણું પણ એવી રીતે જ સમજવી જોઈએ. કિન્તુ તે સ્થિતિએ પણ તુલ્ય થાય છે.
1 મધ્યમ અવગાહનાવાળા અર્થાત્ આકાશના બે આદિ પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશમાં રહેલા અનન્ત પ્રદેશી સ્કાના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે કે હે ગૌતમ! મધ્યમ અવગાહના વાળા અનન્ત પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય છે.
શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ ! એવું કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! મધ્યમ અવગાહના વાળા અનન્ત પ્રદેશી સ્કન્ધ મધ્યમ અવગાહનાવાળા અનન્ત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય થાય છે. પ્રદેશની દષ્ટિએ સ્થાન પતિત થાય છે, અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત અને સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણ આદિની અપેક્ષાએ તથા આઠે સ્પર્શેની અપેક્ષાએ ષટસ્થાન પતિત બને છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૯૮