________________
શ્રી ભગવાન ! હે ગૌતમ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! એમ કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવન–હે ગૌતમ એક કેવલજ્ઞાની મનુષ્ય બીજા કેવલજ્ઞાની મનુષ્યથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય થાય છે, પ્રદેશની દષ્ટિએ તુલ્ય થાય છે, અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. આ કથન કેવલી સમુદ્રઘાતની અપેક્ષાએ સમજવું જોઈએ, કેમકે સમુદ્દઘાત કરી રહેલ કેવલી મનુષ્ય અન્ય કેવલી મનુષ્યની અપેક્ષાએ અસંખ્યાત ગણી અધિક અવગાહનાવાળા થાય છે અને તેમની અપેક્ષાએ અન્ય કેવલી અસંખ્યાત ગુણહીન અવગાહનાવાળા થાય છે સ્થિતિની અપેક્ષાએ કેવલી ત્રિસ્થાન પતિત થાય છે. કેમકે સઘળાં કેવલી સંખ્યાત. વર્ષની આયુવાળા જ થાય છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે. કેવલ જ્ઞાનના પર્યાયથી તુલ્ય થાય છે, કેવલ દશનના પયાથી પણ તુલ્ય થાય છે, કેવલ દર્શની મનુષ્યની વકતવ્યતા પણ આજ પ્રકારે સમજી લેવી જોઈએ અર્થાત્ કેવલ દર્શની મનુષ્યની અપે ક્ષાએ દ્રવ્યથી તુલ્ય પ્રદેશથી તુલ્ય અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, સ્થિતિથી ત્રિસ્થાન પતિત, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયેથી ષટસ્થાન પતિત તથા કેવલ દર્શનના પર્યાયાથી તુલ્ય થાય છે.
વનવ્યન્તર દેવની પ્રરૂપણ અસુરકુમારોના સમાન છે. જે તિષ્ક અને દ્વિમાનિક દેવેની પ્રરૂપણ પણ એજ પ્રકારે સમજવી જોઈએ. વિશેષતા એ છે કે તેઓ સ્વસ્થાનમાં સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત છે.
ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે–આ જીવના પર્યાની પ્રરૂપણા સમાપ્ત થઈ. સૂ. ૧૧
અજીવ કે પર્યાયકા નિરૂપણ
હવે અજીવ પર્યાય વક્તવ્યતા શબ્દાર્થ–(શનીવાવાળે મરે ! શરૂ વિઠ્ઠા પત્તા ?) હે ભગવાન્ ! અજીવના પર્યાય કેટલા કહ્યા છે? ( મા ! સુવિ પત્તા) હે ગૌતમ! બે પ્રકારના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૬૯