________________
ભવ-સ્વભાવના કારણે સર્વોત્કૃષ્ટ આભિનિબધિક જ્ઞાન થવું સંભવિત નથી. અને જે સંખ્યાત વર્ષની આયુવાળા હોય છે, તે પૂર્વોક્ત યુક્તિના અનુસાર સ્થિતિથી વિસ્થાન પતિત થાય છે
મધ્યમ આભિનિબોધિક જ્ઞાનીની પણ વક્તવ્યતા ઉત્કૃષ્ટ અભિનિબોધિક જ્ઞાની જેવી જ છે, પણ વિશેષતા એ છે કે તે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત થાય છે અને સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત થાય છે, અર્થાત્ જેમ એક ઉત્કૃષ્ટ આભિનિબોધિકજ્ઞાની બીજા ઉત્કૃષ્ટ અભિનિબોધિક જ્ઞાનીથી તુલ્ય થાય છે. તેમ મધ્યમ આભિનિબોધિકજ્ઞાની મધ્યમ આભિનિબોધિક જ્ઞાનીના તુલ્ય જ હોવું એ નિયમ નથી, તેમાં ઘટસ્થાન પતિત હીનાધિકતા થઈ શકે છે
શ્રુતજ્ઞાની મનુષ્યનું પ્રતિપાદન અભિનિબોધિકજ્ઞાની મનુષ્યના સમાન સમજવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! એમ કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન – ગૌતમ! જઘન્ય અવધિજ્ઞાની મનુષ્ય જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યથી દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય થાય છે, અવગાહનાની દષ્ટિએ ત્રિસ્થાન પતિત, સ્થિતિની દષ્ટિએ ત્રિસ્થાન પતિત, વર્ણ, રસ; ગંધ સ્પર્શના પર્યાયેથી તથા બે જ્ઞાનથી ષટસ્થાન પતિત થાય છે. અવધિજ્ઞાનના પર્યાયેથી તુલ્ય અને મન:પર્યવજ્ઞાનના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે. ત્રણ દર્શનેથી ષટસ્થાન પતિત થાય છે.
ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનની પ્રરૂપણ, જઘન્ય અવધિજ્ઞાનીના સમાન સમજવી અર્થાત ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની બીજા ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનીથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાથી તથા બે જ્ઞાનેથી ષટસ્થાન પતિત થાય છે, અવધિજ્ઞાનના પર્યાયથી તુલ્ય થાય છે, મન:પર્યવજ્ઞાનના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે. ત્રણ દર્શનેથી ષટસ્થાન પતિત થાય છે. જઘન્ય અવધિજ્ઞાની મનુષ્ય અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન મનુષ્ય અવગાહનાની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત કહેલ છે, તેનું કારણ એ છે કે મનુષ્યમાં સર્વ જઘન્ય અવધિજ્ઞાન પારભવિક અર્થાત્ પૂર્વ ભવની સાથે આવેલ નથી હોતું, પણ એજ ભવસંબંધી હોય છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨