________________
પર્યાયથી, ત્રણ જ્ઞાનથી અર્થાતુ મતિ શ્રત અવધિજ્ઞાનથી મત્યજ્ઞાનથી અને શ્રતાજ્ઞાન એ બે અજ્ઞાનેથી તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન રૂપ ત્રણ દશનથી ષટસ્થાન પતિત થાય છે. જ્યારે કેઈ તીર્થકરને અથવા અનુત્તરૌપપાતિક દેવને અપ્રતિપાતિ અવધિજ્ઞાનીની સાથે જઘન્ય અવગાહનામાં ઉત્પાદ થાય છે. ત્યારે જઘન્ય અવગાહનામાં પણ અવધિજ્ઞાન મળી આવે છે તેથીજ અહિં ત્રણ જ્ઞાનેનું કથન કરાયેલું છે. પણ નરકમાંથી નિકળેલા જીવની જઘન્ય અવગાહનમાં ઉત્પત્તિ થતી નથી, કેમકે એમને સ્વભાવજ એ છે તેથી જઘન્ય અવગાહનામાં વિર્ભાગજ્ઞાન નથી મળી આવતું. એ કારણે અહીં બે અજ્ઞાનેને જ ઉલ્લેખ કરાયો છે.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યની એ પ્રકારની વક્તવ્યતા સમજવી જોઈએ અર્થાત્ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્ય ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યથી દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય છે, અવગાહનાથી પણ તુલ્ય બને છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શથી ષટસ્થાન પતિત થાય છે. સ્થિતિની દષ્ટિથી સ્વાત. હીન હોય તે અસંખ્યાત ભાગહીન થાય છે અને જે અધિક હોય તે અસં. ખ્યાત ભાગ અધિક થાય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યની અવગાહના ત્રણ ગભૂતિ (કેસ) ની હોય છે અને તેમની સ્થિતિ જઘન્ય પલ્યોપમને અસંખ્યાત ભાગ ઓછી ત્રણ પલ્યોપમની થાય છે અને ઉત્કૃષ્ટ પૂર્ણ ત્રણ પલ્યોપમની. ત્રણ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ત્રણ પલ્યોપમને અસં
ખ્યાત જ ભાગ છે, તેથી જ જેની સ્થિતિ પોપમના અસંખ્યાતમાં ભાગ ઓછી ત્રણ પલ્યોપમની થાય છે, તે પૂર્ણ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળાની અપેક્ષાએ અસંખ્યાત ભાગહીન બને છે અને પૂર્ણ ત્રણ પાપમવાળા તેમની અપેક્ષાએ અસંખ્યાત ભાગ અધિક સ્થિતિવાળા હોય છે. તેમનામાં અન્ય પ્રકારની હીનતી અગર અધિકતાને સંભવ જ નથી.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યમાં મતિ અને શ્રુત એ બને જ્ઞાન અને મત્યજ્ઞાન તથા શ્રુતજ્ઞાન જ મળી આવે છે. દર્શન પણ તેઓમાં બે જ હોય છે. તેનું કારણ એ છે કે ઉતકૃષ્ટ અવગાહનાવાળા મનુષ્ય અસંખ્યાત વર્ષની આય વાળા જ હોય છે, અને અસંખ્યાત વર્ષની આયુવાળાઓમાં અવધિજ્ઞાન થઈ શકતું નથી અને વિભંગ જ્ઞાન પણ, કેમકે તેમને સ્વભાવજ એવો છે. એ કારણે ઉત્કૃષ્ટ અવગાહનાવાળાએમાં બે અજ્ઞાન જ હોય છે.
મધ્યમ અવગાહનાવાળાઓની વક્તવ્યતા પણ એ પ્રકારે સમજી લેવી જોઈએ અર્થાત્ તે દ્રવ્યની અપેક્ષાઓ અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય છે, વિશે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
२६3