________________
ષતા એ છે કે અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, કેમકે મધ્યમ અવગાહના સંખ્યાત વર્ષની આયુવાળાની પણ હોઈ શકે છે અને અસંખ્યાત વર્ષની આયુવાળાની પણ થઈ શકે છે. અસંખ્યાત વર્ષની આયુવાળા પણ એક અગર બે ગભૂતિની અવગાહનાવાળા હોય છે. તેથી અવગાહનાની અપે. ક્ષાએ ચતુઃસ્થાન પતિત કહેલ છે. સ્થિતિની અપેક્ષાએ મધ્યમ અવગાહનાવાળા ચતુઃસ્થાન પતિત થાય છે, એ બાબતમાં યુક્તિ આગળ કહી દેવાઈ છે. આદિના ચાર જ્ઞાનમાં અર્થાત મતિ, શ્રુત, અવધિ અને મનપર્યવ જ્ઞાની અપેક્ષાએ
સ્થાન પતિત થાય છે, કેમકે એ ચારે જ્ઞાન દ્રવ્ય આદિની અપેક્ષા રાખે છે. તથા પશમ જન્ય છે. અને ક્ષયોપશમાં વિચિત્રતા હોય છે. તેથીજ તર. તમતા થાય તે સ્વાભાવિક છે. તેઓ કેવળજ્ઞાનના પર્યાયેથી તુલ્ય છે, કેમકે સમસ્ત આવરણના પૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થવાવાળ કેવળજ્ઞાનમાં કઈ પણ પ્રકારની તરતમતા નથી થતી. ત્રણ અજ્ઞાન અને ત્રણ દશનેથી ષટસ્થાન પતિત પર્યાય છે. કેવળ દર્શનના પર્યાયથી તુલ્ય થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળા મનુષ્યોના પર્યાય કેટલા કહેલા છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી- અનન્ત કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળો એક મનુષ્ય જઘન્ય સ્થિતિ વાળા બીજા મનુષ્યથી દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય થાય છે, અવગાહનાથી ચતાસ્થાન પતિત, સ્થિતિની અપેક્ષાએ તુલ્ય તથા વર્ણ, ગંધ રસ અને સ્પર્શના પર્યાથી તથા બે અજ્ઞાન અને બે દર્શનેથી ષટસ્થાન પતિત બને છે. અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે સંમૂછિમ મનુષ્યજ જઘન્ય સ્થિતિવાળા થાય છે અને તેઓ નિયમથી મિથ્યાષ્ટિ જ હોય છે. તેથી જઘન્ય સ્થિતિવાળા મનુષ્યમાં બે અજ્ઞાન જ હોઈ શકે છે. જ્ઞાન નહિ એ કારણે અહીં જ્ઞાનને ઉલ્લેખ કરેલે નથી.
ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યની પ્રરૂપણે પણ આ રીતે કરી લેવી જોઈએ અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિક મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિક મનુષ્યથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિથી તુલ્ય તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાથી ષટસ્થાન પતિત થાય છે, વિશેષતા એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૬૪