________________
સ્થાન પતિત તથા સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે. અસંખ્યાત વર્ષની આયુવાળ પંચેન્દ્રિય તિર્યંચમાં પણ પિતાની ભૂમિકાના અનસાર જઘન્ય આમિનિબેધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન મળી આવે છે. એ પ્રકારે સંખ્યાત વર્ષની અને અસંખ્યાત વર્ષની આયુવાળામાં જઘન્ય મતિ-શ્રુતજ્ઞાનને સંભવ હોવાથી અહિં સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત કહેલ છે. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શના પર્યાયેથી તે ષટસ્થાન પતિત થાય છે. આભિનિ. બોષિક જ્ઞાનના પર્યાયથી તુલ્ય થાય છે. શ્રુતજ્ઞાનના પર્યાયેથી સ્થાન પતિત થાય છે. ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનના પર્યાયથી ષટસ્થાન પતિત થાય છે.
ઉત્કૃષ્ટ અભિનિબેધિક જ્ઞાનના વિષયમાં પણ આ પ્રકારે સમજવું જોઈએ. અર્થાત્ એક ઉત્કૃષ્ટ આભિનિબધિજ્ઞાની બીજા ઉત્કૃષ્ટ આભિનિબોધિકજ્ઞાનીથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય, પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય, અવગાહનાની અપેક્ષાએ ચતુસ્થાન પતિત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયથી ષટસ્થાન પતિત, અભિનિબોધિકાનના પર્યાયથી તુલ્ય શ્રુતજ્ઞાનના પર્યાયથી ષટસ્થાન પતિત ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનના પર્યાયથી પણ ષટસ્થાન પતિત બને છે, કિન્તુ વિશેષતા એ છે કે સ્થિતિની અપેક્ષાએ તે ત્રિસ્થાન પતિત બને છે તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળી આવે છે. તે સ્વસ્થાનમાં તુલ્ય અર્થાત્ ઉત્કૃષ્ટ આમિનિબાધિક જ્ઞાની એક તિર્યંચ પંચેન્દ્રિય બીજા ઉત્કૃષ્ટ અભિનિબોધિક જ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયના તુલ્ય જ થાય છે. શેષ ષટસ્થાન પતિત થાય છે.
મધ્યમ આભિનિબંધિક જ્ઞાની ઉત્કૃષ્ટ અભિનિધિક જ્ઞાનીના સમાન છે. પણ સ્થિતિની દષ્ટિએ તે ચતુઃસ્થાન પતિત થાય છે. સ્વસ્થાન અર્થાત મધ્યમ આભિનિધિકજ્ઞાનની દષ્ટિએ ષટસ્થાન પતિત થાય છે કેમકે આભિનિબાધિક જ્ઞાનના તરતમ પર્યાય અનન્ત થાય છે તેથી જ તેમાં અનન્ત ગુણ હીનતા અને અનન્ત ગુણ અધિક પણ થઈ શકે છે.
જેવી આભિનિબંધિક પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા કહી છે તેવી જ શ્રુતજ્ઞાનની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ. 1 શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચના કેટલા પર્યાય કહ્યા છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૫૫