________________
શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! જઘન્ય ગુણકાળ પંચેન્દ્રિય તિર્યંચના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન ગૌતમ! અનન્ત પર્યાય છે શ્રી ગૌતમ-હે ભગવન એવું કહેવાનું શું કારણ છે?
શ્રીભગવાન-હે ગૌતમ! એક જઘન્ય ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચ બીજા જઘન્ય ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય થાય છે. પ્રદેશોની દષ્ટિએ પણ તુલ્ય થાય છે અવગાહનાની દષ્ટિએ ચતુસ્થાન પતિત થાય છે. સ્થિતિથી પણ ચતુઃસ્થાન પતિત થાય છે કૃષ્ણવર્ણના પર્યાની અપેક્ષાએ તુલ્ય છે, શેષ વર્ણ, ગંધ, રસ, સ્પર્શીથી, ત્રણ જ્ઞાને ત્રણ અજ્ઞાને અને ત્રણ દર્શનની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે.
ઉત્કૃષ્ટ ગુણ કાળાની વક્તવ્યતા પણ એવી જ સમજવી જોઈએ અર્થાત્ એક ઉત્કૃષ્ટ ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચ બીજા ઉત્કૃષ્ટ ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચથી દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય થાય છે, અવગાહના અને સ્થિતિની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, કૃષ્ણ વર્ણના પર્યાથી તુલ્ય, શેષ વર્ણ, ગંધ રસ અને સ્પર્શના પર્યાયથી તથા ત્રણ જ્ઞાને, ત્રણ અજ્ઞાને અને ત્રણે દેશનેથી ષટસ્થાન પતિત થાય છે.
મધ્યમ ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા પણ જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચના સમાન સમજવી જોઈએ. વિશેષ એ છે કે મધ્યમ ગુણ કાળા સ્વાસ્થાનમાં પણ ષટસ્થાન પતિત થાય છે. કેમકે મધ્યમ ગુણ કાળા અનન્ત પ્રકારના હોય છે, તેથી જ તેમાં ષટસ્થાન પતિત હીના. ધિકતાને સંભવ છે. એજ પ્રકારે પાંચ વર્ણો અને ગધે, પાંચ રસ અને આઠે સ્પર્શેની વક્તવ્યો સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન જઘન્ય આભિનિબાધિક જ્ઞાની પંચેન્દ્રિય તિયાના કેટલા પર્યાય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ અનઃ પર્યાય છે.
શ્રી ગૌતમ–હે ભગવનું આ પ્રકારના કથનનું શું કારણું છે?
શ્રીભગવાન હે ગૌતમ! એક જઘન્ય આભિનિબાધિક જ્ઞાની બીજા જઘન્ય આભિનિબંધિક જ્ઞાનીથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે; અવગાહનાથી ચતુ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૫૪