________________
દશના પર્યાથી ષટ્રસ્થાન પતિત થાય છે. કિન્તુ જઘન્ય અવગાહનાવાળાની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવગાહનાવાળામાં એટલી વિશેષતા છે કે તેમનામાં જ્ઞાન નથી હોતું. તેનું કારણ એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાના સમયે અપર્યાપ્ત અવ. સ્થા નથી થઈ શક્તી. તેથી જ અહિં બે જ્ઞાનેનો ઉલ્લેખ ન કરવું જોઈએ.
મધ્યમ અવગાહનાવાળા દ્વીન્દ્રિયની વક્તવ્યતા પણ જઘન્ય અવગાહના વાળાના સમાનજ સમજવી જોઈએ. કિન્તુ વિશેષતા એ છે કે મધ્યમ અવગાહનાવાળે એક કીન્દ્રિય મધ્યમ અવગાહનાવાળા બીજા દ્વીન્દ્રિયથી અવગા. હનાની દષ્ટિએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે, કેમકે મધ્યમ અવગાહના બધી એક સરખી નથી હોતી. એક મધ્યમ અવગાહના બીજી મધ્યમ અવગાહનાથી સંખ્યાત ભાગહીન અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અને અસંખ્યાત ગુણહીન તથા એજ પ્રકારે અધિક પણ થઈ શકે છે. મધ્યમ અવગાહના અપપર્યાપ્ત અવસ્થાના પ્રથમ સમયના અનન્તર જ આરંભ થઈ જાય છે. તેથી જ અપર્યાપ્ત દશામાં પણ તેને સદ્ભાવ હોય છે. એ કારણે સાસાદન સમ્યકત્વ પણ મધ્યમ અવગાહનાના સમયે સંભવે છે. તેથી અહિં બે જ્ઞાનેને પણ સદભાવ થઈ શકે છે. જે દ્વીન્દ્રિમાં સાસાદન સમ્યકત્વ નથી હોતું તેઓમાં બે અજ્ઞાન હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જઘન્ય સ્થિતિવાળા કીન્દ્રિય જીના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! અનન્ત પર્યાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! શા કારણે એવું કહેવાય છે કે જઘન્ય સ્થિતિવાળા દ્વીન્દ્રિયેના અનન્ત પર્યાય છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! એક જઘન્ય સ્થિતિવાળા દ્વીન્દ્રિય બીજી જઘન્ય સ્થિતિવાળા દ્વીન્દ્રિયથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે. પ્રદેશોની દષ્ટિએ પણ તુલ્ય છે. અવગાહનાની દષ્ટિએ ચતુસ્થાન પતિત થાય છે, સ્થિતિની દષ્ટિએ તુલ્ય છે. વર્ણ, ગંધ, રસ, સ્પશના પર્યાયેથી, બે અજ્ઞાનોથી તથા અચક્ષુદર્શનના પર્યાયેથી
સ્થાન પતિત થાય છે જઘન્ય સ્થિતિવાળા હીન્દ્રિમાં બે અજ્ઞાન કહેલાં છે. તેમનામાં બે જ્ઞાન મળી આવતા નથી. કારણ એ છે કે જઘન્ય સ્થિતિવાળા દ્વિીન્દ્રિય જીવમાં સાસાદન સમ્યકત્વ નથી હોતું. કેમકે લધ્યપર્યાપ્તક જીવ અત્યન્ત સંકિલષ્ટ થાય છે અને સાસાદન સમ્યકત્વ કિંચિત્ શુભ પરિણામ રૂપ છે. તેથીજ સાસાદન સમ્યગ્દષ્ટિને જઘન્ય સ્થિતિક દ્વીન્દ્રિયમાં ઉત્પાદ નથી થતું.
ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હીન્દ્રિય રૂપમાં સાસાદાન સમ્યકત્વ વાળા જીવ પણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૪૩