________________
અર્થાત્ તે બીજા ગુણ કાળા પૃથ્વીકાયિકની અપેક્ષાએ દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે, વર્ણ, ગંધ, રસ સ્પર્શ, બે અજ્ઞાને અને અચક્ષદર્શનના પર્યાયથી ષટસ્થાન પતિત થાય છે. વિશેષતા એ છે કે એક મધ્યમ કૃષ્ણ વર્ણવાળા પૃથ્વીકાયિક બીજા મધ્યમ કૃષ્ણ વર્ણવાળાની અપેક્ષાએ પણ ષસ્થાન પતિત થાય છે. તાત્પર્ય એકે જેવા જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃષ્ણ વર્ણના સ્થાન એક જ થાય છે–તેમાં ન્યૂનાધિક્તાને સંભવ જ હોતું નથી.
એ પ્રકારે મધ્યમ કૃષ્ણવર્ણના સ્થાન એક નથી હેતા એક અંશવાળા કૃષ્ણ વર્ણ જઘન્ય થાય છે અને સર્વાધિક અંશેવાળા કૃષ્ણવર્ણ ઉત્કૃષ્ટ કહેવાય છે. આ બેઉની મધ્યમાં કૃષ્ણ વર્ણના અનન્ત વિક૯પ થાય છે, જેમ બે ગુણ કાળા, ત્રણ ગુણ કાળા, ચાર ગુણ કાળ દશ ગુણ કાળા, અસંખ્યાત ગુણકાળા વિગેરે વિગેરે. એ રીતે જઘન્ય ગુણ કાળાથી ઉપર અને ઉત્કૃષ્ટ ગુણ કાળાથી નીચે કરુણ વર્ણના મધ્યમ પર્યાય અનન્ત છે અર્થાત્ જઘન્ય ગુણ કૃષ્ણ વર્ણના પયોય એક છે, ઉત્કૃષ્ટ કૃષ્ણવર્ણના પર્યાય પણ એક છે પણ અજઘન્યાનુત્કૃષ્ટ અર્થાત્ મધ્યમ ગુણ કૃષ્ણ વર્ણના પર્યાય અનન્ત છે. આજ કારણ છે કે બે પૃથ્વીકાયિક જીવ જે મધ્યમ ગુણ કૃષ્ણ વર્ણ હોય તો પણ તેમાં અનન્ત ગુણહીનતા અને અધિકતા થઈ શકે છે. એજ અભિપ્રાયથી અહીં સ્વસ્થાનમાં પણ ષસ્થાન પતિત કહ્યા છે. અન્યત્ર પણ સ્વસ્થાનમાં જ્યાં હીનાધિકતા બતાવેલી છે, એજ અભિપ્રાય યથા યેગ્ય સમજી લેવું જોઈએ.
જેમ કૃષ્ણ વર્ણને આશ્રય લઈને પ્રતિપાદન કરાયું, એજ રીતે પાંચ વણે બન્ને ગંધ, પાંચે રસો, અને આઠે સ્પર્શીના આશ્રયે કરીને પ્રતિપાદન કરવું જોઈએ.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! જઘન્ય મતિ અજ્ઞાની પૃથ્વીકાયિક જીના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ અનન્ત પર્યાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ શા કારણે એમ કહેવાય છે કે જઘન્ય મતિ અજ્ઞાનીના અનન્ત પર્યાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ જઘન્ય મતિ અજ્ઞાની એક પ્રકાયિક જઘન્ય મતિ અજ્ઞાની બીજા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય થાય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. આ ચાર સ્થાનના ઉચ્ચારણ પૂર્વવત્ કરી લેવા જોઈએ. સ્થિતિની અપે. ક્ષાએ ત્રિસ્થાન પતિત બને છે. કેમકે તેમની આયુ સંખ્યાત વર્ષની જ હોય છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પર્યાયથી પથાન પતિત થાય છે, તેમના ઉચ્ચારણ પૂર્વની જેમજ કરી લેવાં જોઈએ. મતિ-અજ્ઞાનના પર્યાએથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨