________________
પતિત પૂર્વની જેમ સમજી લેવા જોઈએ. ચક્ષુદર્શન, પર્યાની અપેક્ષાએ તુલ્ય હોય છે. અચક્ષુદર્શન,પર્યાની અપેક્ષાએ સ્થાન પતિત તથા અવધિદર્શનના પર્યાની અપેક્ષાએ પણ ષસ્થાનું કથન પૂર્વવત્ સથજી લેવું જોઈએ.
એ પ્રકારે ઉત્કૃષ્ટ ચક્ષુદર્શની નારકના વિષયમાં કહેવું જોઈએ. અર્થાત એક ઉત્કૃષ્ટ ચક્ષુદશની નારક બીજા ઉત્કૃષ્ટ ચક્ષુદર્શની નારકની અપેક્ષાએ દ્રવ્યથી તુલ્ય છે અને પ્રદેશથી પણ તુલ્ય છે અવગાહનની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત છે. વર્ણ ગંધ, રસ સ્પર્શના પર્યાયેથી, ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના પર્યાયથી ષટ્રસ્થાન પતિત બને છે, ચક્ષુદશનના પર્યાયેથી તુલ્ય બને છે. અચક્ષુદર્શનના અને અવધિદર્શનના પર્યાયાથી ષટ્રસ્થાન પતિત થાય છે.
અજઘન્ય-અનુત્કૃષ્ટ અર્થાત્ જે ઉત્કૃષ્ટ પણ નથી જઘન્ય પણ નથી અર્થાત્ મધ્યમ ચક્ષુદર્શની નારકના વિષયમાં પણ એજ રીતે કહેવું જોઈએ, અર્થાત્ મધ્યમ ચક્ષુદર્શનના ધારક એક નારક મધ્યમ ચક્ષુદર્શનના ધારક બીજા નારકથી દ્રવ્યની અપેક્ષાએ અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય થાય છે, અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુસ્થાન પતિત થાય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના પર્યાયથી ષસ્થાન પતિત થાય છે. અચક્ષુદર્શન તેમજ અવધિદર્શનના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે, અચક્ષુદર્શન તેમજ અવધિદર્શનના પર્યાથી વટસ્થાન પતિત થાય છે. કિન્તુ સ્વસ્થાનમાં પણ ષટસ્થાન પતિત બને છે, અર્થાત એક મધ્યમ ચક્ષુદર્શનના ધારક નારકની અપેક્ષાએ બીજા મધ્યમ ચક્ષુદર્શનના જ ધારક નારકમાં ષટ્રસ્થાન પતિત હિનાધિકતા થાય છે. આ છ સ્થાનનું ઉચ્ચારણ પૂર્વ વત કરી લેવું જોઈએ.
અચક્ષુદર્શની નારકના વિષયમાં એમ જ કહેવું જોઈએ. અર્થાત એક જઘન્ય અચક્ષુદર્શની નારક બીજા જઘન્ય અચક્ષુદર્શની નારકની અપેક્ષાએ દ્રવ્યથી તુલ્ય હોય છે. પ્રદેશથી પણ તુલ્ય હોય છે. અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત હોય છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ત્રણ અજ્ઞાને તથા ચક્ષુદર્શનના પર્યાયાથી ષટસ્થાન પતિત થાય છે, અચક્ષુદર્શનના પર્યાયેથી તુલ્ય થાય છે, અવધિદર્શનના પર્યાથી ષટ્રસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ અચક્ષુદર્શનના વિષયમાં પણ એમ જ સમજવું જોઈએ. મધ્યમ અચક્ષુદશનીના સમ્બન્ધમાં એમજ કહેવું જોઈએ પરંતુ તેને સ્વસ્થાનમાં પણ ષટસ્થાન પતિત કહેવાં જોઈએ અર્થાત્ મધ્યમ અચક્ષુદર્શની એક નારકથી મધ્યમ અચક્ષુદર્શની બીજા નારકમાં સ્થાન પતિત હીંનાધિકતા થાય છે કેમકે મધ્યમ અચક્ષદર્શનના જઘન્ય અને ઉત્કૃષ્ટ અચક્ષુદર્શનના સમાન એક સ્થાન નથી હોતું.
અવધિદર્શની નારકના સંબંધમાં પણ એજ પ્રકારે કહેવું જોઈએ, અર્થાત્ એક જઘન્ય અવધિદર્શની નારકથી બીજા જઘન્ય અવધિદશની નારક દ્રવ્ય પ્રદેશથી તુલ્ય હોય છે, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત થાય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
२२८