________________
ષટસ્થાન પતિત થાય છે, અર્થાત્ મધ્યમ આભિનિબાધિક જ્ઞાનવાળામાં પણ પરસ્પર અનન્ત ગુણ ન્યૂનાધિકતા મળી આવે છે.
એજ પ્રકારે શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. અર્થાત્ એક શ્રુતજ્ઞાની બીજા શ્રુતજ્ઞાની નારકથી તથા એક અવધિજ્ઞાની બીજા અવધિજ્ઞાની નારકથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે, અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, આભિબેધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનના પર્યાયેથી ષટસ્થાન પતિત છે, ત્રણ દશના પર્યાયથી પણ ષસ્થાન પતિત છે. આ સ્થાને આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જેને જ્ઞાન થાય છે તેને અજ્ઞાન નથી થતું અને જેને અજ્ઞાન થાય છે તેને જ્ઞાન નથી થતું. કારણ કે જ્ઞાન સમ્યગ્દષ્ટિને અને અજ્ઞાન મિથ્યા દષ્ટિને થાય છે. જે સમ્યગ્દષ્ટિ હોય છે તે મિથ્યા દષ્ટિ નથી હોતા અને જે મિથ્યાષ્ટિ હોય છે તે સમ્યગ્દષ્ટિ નથી હતાં, કેમકે બન્ને પરસ્પર વિરૂદ્ધ છે
જેવું જ્ઞાનના વિષયમાં કહ્યું છે–તેવું જ અજ્ઞાનના વિષયમાં પણ કહેવું જોઈએ, વિશેષતા એ છે કે જે જીવમાં અજ્ઞાન હોય છે તેમાં જ્ઞાન નથી હોતું.
શ્રી ગૌતમસ્વામી -ભગવદ્ જઘન્ય ચક્ષુદર્શનની નારકેના કેટલા પર્યાય કહેલા છે?
શ્રી ભગવાન - ગૌતમ ! અનન્ત પર્યાય કહેલા છે.
શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ ! કયા કારણે એવું કહેવું છે કે જઘન્ય ચક્ષુ દર્શની નારકેના અનન્ત પર્યાય કહેલા છે?
શ્રી ભગવાન - ગૌતમ ! એક જઘન્ય ચક્ષુદર્શની નારક બીજા જઘન્ય ચક્ષદર્શની નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે પણ અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે એ રીતે એક જઘન્ય ચક્ષુદર્શની નારક બીજા જઘન્ય ચક્ષુદર્શની નારકથી અવગાહનાની અપેક્ષાએ અસંખ્યાતભાગ હીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે. જે અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક. સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક, થઈ શકે છે. સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે. તેનું ઉચ્ચારણ પહેલાના જેવું કરી લેવું જોઈ એ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયેની અપેક્ષાએ, મતિ, કૃત અને અવધિ આ ત્રણે જ્ઞાન પર્યાયની અપેક્ષાએ મત્યજ્ઞાન, કૃતાજ્ઞાન, તેમજ વિર્ભાગજ્ઞાન રૂપ ત્રણ અજ્ઞાની અપેક્ષાએ ષસ્થાન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૨૭