________________
શ્રી ભગવાન–ગૌતમ ! અનન્ત પર્યાય છે, શ્રી ગૌતમસ્વામી–એ પ્રકારે કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! એક જઘન્ય ગુણ કાળા નારક બીજા જઘન્ય ગુણુ કાળા નરકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશની દષ્ટિએ પણ તુલ્ય છે, પણ અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે અર્થાત અસંખ્યાત ભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાત ગુણહીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે. અગર અધિક હોયતો અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક સંખ્યાતગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક હોય છે. સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે. કૃષ્ણ વર્ણ પર્યાયથી તુલ્ય છે. અર્થાત્ જે નારકમાં કૃષ્ણ વર્ણન સર્વ જઘન્ય અંશ મળી આવે છે તે બીજા સર્વ જઘન્ય અંશ કૃષ્ણ વર્ણવાળના તુલ્ય જ બને છે, કેમકે જઘન્યનું એક જ રૂપ છે, તેમાં વિવિધતા અગર ન્યૂનાધિતા નથી થતી. કાળા રંગના સિવાય શેષ ચાર વર્ણોના પર્યાયથી, ગંધ, રસ, સ્પર્શ, ગણજ્ઞાને, ત્રણ અજ્ઞાને અને ત્રણ દર્શના પર્યાયેથી સ્થાન પતિત બને છે. એ પ્રકારે કૃષ્ણ વર્ણ સિવાય શેષ વર્ણ આદિથી જઘન્ય ગુણ કાળા નારક જઘન્ય ગુણકાળ બીજા નારકથી અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અથવા અનન્ત ગુણહીન થાય છે. જે અધિક હાયતે અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક સંખ્યાતગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અથવા અનન્ત ગુણ અધિક થાય છે.
ઉપસંહાર કરતાં કહે છે–આ પ્રકારે એવું કહેલું છે કે જઘન્ય ગુણ નારકના અનન્ત પયય કહેલા છે.
એ જ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા નારકના વિષયમાં સમજી લેવું જોઈએ, અર્થાત્ ઉત્કૃષ્ટ ગુણ કાળક એકનૈરયિક ઉત્કૃષ્ટ ગુણ કાળક બીજા નરયિકથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે, પ્રદેશની દષ્ટિએ પણ તુલ્ય છે, અવગાહનાની દષ્ટિએ ચતુઃ સ્થાન પતિત છે. સ્થિતિની દૃષ્ટિએ પણ ચતુઃસ્થાન પતિત છે, કૃષ્ણ વર્ણના પર્યાની દષ્ટિએ તુલ્ય છે, શેષ ચાર વર્ણોના ગંધ, રસ, અને સ્પર્શના, ત્રણ જ્ઞાને ત્રણ અજ્ઞાને અને ત્રણ દર્શના પર્યાયેથી સ્થાન પતિત બને છે.
મધ્યમ ગુણ કાળા નારકના વિષયમાં પણ એજ પ્રકારે કહેવું જોઈએ, અર્થાત્ એક મધ્યમ કાળા ગુણવાળા નારક બીજા મધ્યમ કાળા ગુણવાળા નારકથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૨૫