________________
ચતુઃસ્થાન પતિત હીનતાના સંભવ છે. અને જો કાઇ કાઇનાથી અધિક બને તે અસંખ્યાતભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સખ્યાતગુણુ અધિક, અથવા અસંખ્યાતગુણ અધિક પણ થઈ શકે છે. દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિથી લઈને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરાપમની સ્થિતિવાળા નારક પણ મધ્યમ અવગાહના વાળા થઇ શકે છે. તેથીજ તેમનામાં ચતુઃસ્થાન પતિત હીનાધિકતા સંભવે છે.
મધ્યમ અવગાહનાવાળા નારકેામાં વણુ, ગંધ, રસ, સ્પર્શ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દનાની અપેક્ષાએ ષસ્થાન પતિત હીનાધિકતા થાય છે. અર્થાત્ એક મધ્યમ અવગાહનાવાળા નારક મીજા મધ્યમ અવગાહનાવાળા નારની અપેક્ષાએ વર્ણ આદિ પૂર્વોક્ત દૃષ્ટિથી અગર હીન થાય તે અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સખ્યાત ભાગહીન, સખ્યાતગુણુ હીન, અસંખ્યાત ગુણહીન થાય છે અથવા અનન્ત ગુણહીન થાય છે. અને જો અધિક થાય તે અનન્ત ભાગ અધિક, અસ ખ્યાતભાગ અધિક સંખ્યાત ભાગ અધિક, સખ્યાત ગુણ અધિક, અસ ખ્યાતગુણ અધિક, અથવા અનન્તગુણ અધિક પણ થઇ શકે છે. હવે પ્રસ્તુત પ્રકરણના ઉપસ’હાર કરે છે—એ કારણે હું ગૌતમ ! એમ કહેવાય છે કે અજઘન્યાનુત્કૃષ્ટ અવગાહના અર્થાત મધ્યમ અવગાહનાવાળા નારકાના અનન્ત પર્યાય છે.
હવે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળા નારકોના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન-ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળા નારકેાના અનન્ત પર્યાય છે, શ્રી ગૌતમસ્વામી-ભગવન્ કયા હેતુથી એમ કહ્યું છે કે જઘન્ય સ્થિતિ વાળા નારકેાના અનન્ત પર્યાય છે ?
શ્રી ભગવાન્ –હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળા એક નારક જઘન્ય સ્થિતિ વાળા બીજા નારકથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય બને છે.
પ્રદેશેાની અપેક્ષાએ પણ તુલ્ય અને છે, પણ અવગાહનાની દૃષ્ટિએ ચતુઃ સ્થાન પતિત થાય છે. તાત્પર્ય એ છે કે એક જઘન્ય સ્થિતિવાળા નારક મીજી જઘન્ય સ્થિતિવાળા નારકેાની અપેક્ષાએ અવગાહનમાં જો હીન હેાય તે અસંખ્યાત ભાગહીન, સખ્યાતભાગ હીન, સંખ્યાત ગુણુહીન અગર અસખ્યાત ગુણહીન થાય છે. જો અધિક હોય તો અસંખ્યાત ભાગ અધિક, સખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણુ અધિક અથવા અસંખ્યાત ગુણુ અધિક થાય છે. કેમકે એ અવગાહનામાં જઘન્ય અંશુલના અસંખ્યાતમા ભાગથી લઇને ઉત્કૃષ્ટ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૨૩