________________
શ્રી ભગવાન ! ઉત્તર આપે છે–હે ગૌતમ ! ઉત્કૃષ્ટ અવગાહના નારકના અનન્ત પર્યાય છે.
શ્રીગૌતમસ્વામી કારણ પૂછે છે-હે ભગવદ્ ! શા કારણથી એમ કહેવાયું છે?
શ્રી ભગવાન કહે છે–હે ગૌતમ! ઉત્કૃષ્ટ અવગાહનાવાળો એક નારક ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બીજા નારકની અપેક્ષાએ દ્રવ્યથી તુલ્ય બને છે. પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય થાય છે અને અવગાહનાથી પણ તુલ્ય થાય છે, કેમકે ઉત્કૃષ્ટ અવગાહનાનું એક જ સ્થાન છે. તેમાં કઈ તારતમ્યને સંભવ નથી. પણ સ્થિતિની અપેક્ષાએ સ્યાત્ હીન થાય છે. સ્યાત્ તુલ્ય થાય છે સ્થાત્ અધિક થાય છે અર્થાત્ તે આવશ્યક નથી કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બધા નારકેની સ્થિતિ સમાન જ હોય અથવા અસમાન જ હોય, સમાન જ હોવા છતાં જે હીન થાય તે અસંખ્યાત ભાગહીન વા સંખ્યાત ભાગહીન થાય છે અને જે અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ભાગ અધિક પણ બની શકે છે. એ રીતે સ્થિતિની અપેક્ષાએ દ્રિસ્થાન પતિતતા સમજવી જોઈએ. અહીં સંખ્યાતગુણહાનિ અને અસંખ્યાતગુણહાનિ-વૃદ્ધિ મળીને ચતુઃસ્થાન પતિત-હાનિ વૃદ્ધિ નથી થતી. એનું કારણ એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારક પાંચ ધનુષની ઉંચાઈના સાતમા નરકમાં જ મળી આવે છે. ત્યાં જઘન્ય બાવીસ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. તેથી જ એ સ્થિતિમાં સંખ્યાત અસંખ્યાત ભાગહાનિ-વૃદ્ધિ થઈ શકે છે, સંખ્યાત-અસંખ્યાતગુણ હાનિવૃદ્ધિને સંભવ નથી.
કિન્તુ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પર્યાયેથી ત્રણજ્ઞાન, ત્રણઅજ્ઞાન અને ત્રણ દર્શનના પર્યાયેથી સ્થાન પતિત હાનિ-વૃદ્ધિ સમજવી જોઈએ તાત્પર્ય એ છે કે એક ઉત્કૃષ્ટ અવગાહનાવાળે નારક બીજા ઉત્કૃષ્ટ અવગાહના વાળા નારકની અપેક્ષાએ ઉક્તવર્ણ આદિ અથવા જ્ઞાનાદિ પર્યાયથી હીન થાય છે તે અનન્ત ભાગ હીન, અસંખ્યાત ભાગ હીન, સંખ્યાતભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અથવા અનન્ત ગુણહીન થાય છે, અને જો અધિક થાય તે અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અથવા અનન્તગુણ અધિક થાય છે.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમથી થાય છે. ભજનાથી નહીં, કેમકે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકોમાં સંમઈિમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૨૧