________________
એ રીતે સુગન્ધ અને દુર્ગન્ધના પર્યાયથી પણ એક નારક બીજા નારકની અપેક્ષાએ છ સ્થાન પતિત હીનાધિક થાય છે. અગર હીન છે તે અનન્ત ભાગ હીન થાય છે, અસંખ્યાત ભાગ હીન થાય છે, સંખ્યાત હીન થાય છે. સંખ્યાત ગુણહીન થાય છે, અસંખ્યાત ગુણહીન થાય છે અગર અનન્ત ગુણ હીન થાય છે. અગર અધિક હોય છે તે અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક થાય છે.
| તિક્ત રસના પર્યાયથી, કટુક રસના પર્યાયથી, કષાય રસના પર્યાયે આસ્ત રસના પર્યાયોથી તેમજ મધુર રસના પર્યાયથી પણ એક નારક બીજા નારકથી છ સ્થાન પતિત હીનાધિક થાય છે. જે હીન થાય છે તે અનન્ત ભાગ હીન, અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગ હીન, સંખ્યાત ગુણહીન અસંખ્યાત ગુણ હીન અગર અનન્ત ગુણ હીન થાય છે. અગર અધિક થાય છે તે અનન્ત ભાગ અધિક અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અગર અનન્તગુણ અધિક થાય છે.
કર્કશ સ્પર્શના પર્યાયથી, મૃદુસ્પર્શના પર્યાથી, ગુરૂસ્પર્શના પર્યાએથી લઘુસ્પર્શના પર્યાયેથી, શીતસ્પર્શના પર્યાયોથી, ઉણપના પર્યાયથી, સ્નિગ્ધ
સ્પર્શના પર્યાયેથી, અને રૂક્ષ સ્પર્શના પર્યાયેથી એક નારક બીજા નારકની અપેક્ષાએ હીન, તુલ્ય અગર અધિક થાય છે. અગર હીન છે તે અનન્ત ભાગ હીન અસંખ્યાત ભાગ હન, સંખ્યાત ભાગ હીન, સંખ્યાત ગુણ હીન અસં.
ખ્યાત ગુણ હીન અનન્ત ગુણ હીન થાય છે અને જે અધિક થાય છે તે, અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અથવા અનન્ત ગુણ અધિક બને છે - હવે ક્ષાપશામિક ભાવ રૂપ પર્યાથી હીનાધિતા પ્રદર્શિત કરે છે આભિનિબોધિક જ્ઞાનના પર્યાયેથી, શ્રુત જ્ઞાનના પર્યાયેથી, અવધિજ્ઞાનના પર્યાયેથી, મત્યજ્ઞાનના પર્યાયેથી, શ્રુતાજ્ઞાનના પર્યાયેથી, વિર્ભાગજ્ઞાનના પર્યાથથી, ચક્ષુદર્શનના પર્યાયોથી, અચક્ષુદર્શનના પર્યાયથી તથા અવધિ દર્શનના પર્યાયેથી, કેઈ નારક કે બીજા નારકથી હીન અધિક અગર તુલ્ય હોય છે. અગર હીન છે તો છ સ્થાન પતિત હીન અગર અધિક છે. તે છે સ્થાન પતિત અધિક બને છે. જેમકે–જે જેનાથી હીન છે તે અનન્ત ભાગ હીન,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૯૬