________________
અથવા સ`ખ્યાત ગુણહીન અગર અસ`ખ્યાત ગુણુ હીન હેાય છે. અગર અધિક હાયતા એક નારક ખીજા નારકથી અસંખ્યાત ભાગ અધિક સ્થિતિવાળા, સખ્યાત ભાગ અધિક સ્થિતિવાળા, અસંખ્યાત ગુણુ અધિક સ્થિતિવાળા, અગર સખ્યાત ગુણ અધિક સ્થિતિવાળા હાય છે. ઉદાહરણ તરીકે--એક નારક તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા છે. બીજો એક—અસેા સમય આછા તેત્રીસ સાગરાપમની સ્થિતિવાળા છે, એ સમય એછા તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા પૂર્ણ તેત્રીસ સાગરોપમ સ્થિતિવાળાથી અસખ્યાતભાગ હીન થયા અને તેત્રીસ સાગરોપમની સ્થિતિ વાળે તેનાથી અસંખ્યાત ભાગ અધિક સ્થિતિવાળે થયે કેમકે એક-એ સમય, સાગરોપમના અસંખ્યાત ભાગ માત્ર છે. એ પ્રકારે એક નારક તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા છે. અને બીજો પલ્યાપમ એછા તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા, દશ કાડા કાઢી પત્યેાપમના એક સાગરોપમ થાય છે, તેથી જ પલ્યાપમથી હીન સ્થિતિ વાળા પૂર્ણ તેત્રીસ સાગરોપમ સ્થિતિ વાળાથી સખ્યાત ભાગ હીન સ્થિતિવાળા થયા અને બીજો સખ્યાતભાગ અધિક સ્થિતિવાળા થાય છે. એ પ્રકારે એક નારક એક સાગરે પમની સ્થિતિ વાળે છે અને ખીજો તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા છે, તે તેમાં એક સાગરાપમની સ્થિતિવાળા તેત્રીસ સાગરોપમ સ્થિતિવાળાની અપેક્ષાએ સંખ્યાત ગુણુ હીન થયા. કેમકે એક સાગરને તેત્રીસથી ગુણુવાથી તેત્રીસ સાગર થાય છે. અને તેત્રીસ સાગરોપમ સ્થિતિવાળા તેમની અપેક્ષાએ સંખ્યાત ગુણુ અધિક થાય. એ પ્રકારે એક નારક દશ હજાર વર્ષની સ્થિતિવાળા છે અને ખીજ તેત્રીસ સાગરાપમ સ્થિતિવાળા, દશ હજારને અસખ્યવાર ગુણિત કરવાથી તેત્રીસ સાગરાપમ થાય છે. તેથી દશ હજાર વર્ષની સ્થિતિ વાળા નારક તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નારકની અપેક્ષાએ અસખ્યાત ગુણુ હીન થયે અને તેની અપેક્ષાએ તેત્રીસ સાગરાપમની સ્થિતિવાળા અસખ્યાત ગુણ અધિક સ્થિતિ વાળા થયા.
આ પ્રકારે એક નારક મીજા નારકથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. ક્ષેત્રથી અવગાહનાની દૃષ્ટિએ તથા કાળ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત જ અધિક છે. આ પ્રતિપાદન કરાયું.
હવે ભાવની અપેક્ષાએ સ્થાન પતિત હીનાધિકતાનું પ્રતિ પાદન કરવા માટે શાસ્ત્રકાર સર્વ પ્રથમ પુદ્ગલ વિપાકી નામ કર્માંના ઉદયથી થનાર ઔદારિક ભાવના આશ્રય લઈને હીનાધિકતાની પ્રરૂપણા કરે છે-કૃષ્ણ વણુના પચાની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૧૯૪