________________
નિગોદ રાશિમાં જ સંમિલિત કરી દેવાથી તથા બીજા બધા મળીને અસંખ્યાત
કાકાશ પ્રદેશની રાશિ પ્રમાણે જ થાય છે. અભવ્ય જીવ જઘન્ય યુક્તાનન્ત જ હેવાથી ભવ્યની અપેક્ષાએ ઘણું થડા છે, એ કહેવાઈ ગયું છે કે-અભ
ને ત્યજીને બધા જીવ ભવ્ય છે, અહિં બાદર સૂક્ષ્મ નિગોદ જીની અર્થાત સમુચ્ચય નિગોદ જીની પ્રરૂપણમાં તેઓ પણ સંમિલિત થઈ જાય છે. તેથીજ વિશેષાધિક છે. (૮૯) નિગોદ જીવોની અપેક્ષાએ વનસ્પતિકાયના જીવ વિશેષાધિક છે, કેમકે સામાન્ય વનસ્પતિ કાયમાં પ્રત્યેક શરીર વનસ્પતિ કાયના
જીવ પણ સંમિલિત છે. (૯૦) વનસ્પતિ ની અપેક્ષાએ એકેન્દ્રિય જીવ વિશેષાધિક છે, કેમકે તેમનામાં સૂકમ તેમજ બાદર પૃથ્વીકાયિક આદિને પણ સમાવેશ છે. (૧) એકેન્દ્રિયેની અપેક્ષાએ તિર્યંચ જવ વિશેષાધિક છે. કેમકે તિર્યંચ સામાન્યમાં દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય શામેલ છે. (૨) તિયની અપેક્ષાએ મિથ્યાદ્રષ્ટિ વિશેષાધિક છે. કેમકે ડાક અવિરત સમ્યગ્દષ્ટિ આદિ સંજ્ઞી તિર્યંચાને છોડીને શેષ બધા તિર્યંચ મિથ્યા દૃષ્ટિ છે. તેના સિવાય અન્ય ગતિના મિથ્યાદ્રષ્ટિ પણ આમાં સંમિલિત હોય છે, જેમાં અસંખ્યાત નારક પણ હોય છે. તેથી તિર્યચેની અપેક્ષાએ ચાર ગતિના મિથ્યાદષ્ટિ વિશેષાધિક છે. () મિથ્યાષ્ટિની અપેક્ષાએ અવિરત જીવ વિશેષાધિક છે, કેમકે તેમનામાં અવિરત સમ્યગ્દષ્ટિ પણ સમા વિષ્ટ છે. (૪) અવિરત જીની અપેક્ષાએ સકષાય જીવ વિશેષાધિક છે, કેમકે સકષાય જેમાં દેશવિરત અને દશમ ગુણસ્થાન સુધીના સર્વ વિરત જીવ પણ સંમિલિત હોય છે. (૫) સકષાય જેની અપેક્ષાએ છદ્મસ્થ વિશેષાધિક છે. કેમકે છદ્મસ્થામાં ઉપશાન્ત મહ આદિ સંમિલિત છે (૬) સ કષાય જીવોની અપેક્ષાએ સગી વિશેષાધિક છે, કેમકે તેમનામાં સંગી કેવલી પણ સંમિલિત છે. (૭) સગીની અપેક્ષાએ સંસારી જીવ વિશેષાધિક છે, કેમકે સંસારી જીવોમાં અગી કેવલી પણ છે. (૯૮) સંસારી જી ની અપે. ક્ષાએ સર્વ જીવ વિશેષાધિક છે, કેમકે સર્વ જેમાં સિદ્ધોને પણ સમાવેશ થાય છે. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ તિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયબેધિની ટીકા ના ગુજરાતી ભાષાંતરમાં તૃતીય પદ સમાપ્ત ૩ .
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૪૮