________________
પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના તેરમા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચાર દસ ભાગ રૂપ છે. રત્નપ્રભાના આઠમા પ્રસ્તટમા જઘન્ય સ્થિતિ સાગરોપમના ચાર દસમાં ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ દસ ભાગ રૂપ છે. રત્નપ્રભાના નવમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના પાંચ દસ ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના છ દસ ભાગ રૂપ છે. રત્નપ્રભા પૃથ્વીના દસમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના છ દસ ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના સાત દસ ભાગ રૂપે છે, રત્નપ્રભા પૃથ્વીના અગીયારમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના સાત દસ ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના આઠ દસ ભાગ રૂપ છે. રત્નપ્રભા પૃથ્વીના બારમાં પ્રસ્તટમાં જઘન્ય રિસ્થતિ સાગરોપમના આઠ દસ ભાગ છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરેપમના નવ દસ ભાગ રૂપ છે. તથા રત્નપ્રભા પૃથ્વીના તેરમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના નવ ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના દસ ભાગ રૂપ છે. આ પ્રમાણે અહિયા એક પરિપૂર્ણ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ આવી જાય છે.
(૨) શર્કરપ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની અને એક સાગરોપમના બે અગીયારના ભાગ રૂપ છે. બીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરેપમની અને એક સાગરોપમના બે અગીયારમા ભાગ પ્રમાણની છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા એક સાગરની અને સાગરોપમના ચાર અગીયારમા ભાગ પ્રમાણની છે.
ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને એક સાગરોપમના ચાર અગીયારમા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની તથા એક સાગરેપમના છ અગીયારમા ભાગ રૂપ છે.
ચોથા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને એક સાગરપમના છ અગીયારમા ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. અને એક સાગરોપમના આઠ અગીયારમા ભાગ રૂપ છે.
જીવાભિગમસૂત્ર
૧૦૩