________________
ભાવ આ પ્રમાણે છે. ગૌતમ સ્વામી પૂછે છે કે –કે ભગવન આસાલિકે ના કેટલા ભેદ છે? અને તેઓ કયાં સંમૂચ્છિત થાય છે ? આના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ તે આસાલિકે ઢાઈ દ્વીપરૂપ મનુષ્ય ક્ષેત્રની અંદર સંમૂચ્છિત થાય છે. અર્થાત્ સંમૂચ્છન પણાથી ઉત્પન્ન થાય છે. નિર્વાદાત ભાવને લઈને અર્થાત્ વ્યાઘાત સુષમ સુષમાદિરૂપ તથા દુષમ દુષમાદિરૂપ કાલ ના અભાવમાં તેઓ પંદર કર્મભૂમિમાં સંમતિ થાય છે. અર્થાત પાંચ ભરત, પાંચ ઐરવત, અને પાંચ વિદેહ આ પંદર કમ. ભૂમિમાં ઉત્પન્ન થાય છે. તથા પહેલાં કહેલ વ્યાઘાત ને લઈને તેઓ સુષમ સુષમ દુષણ દુષમ વિગેરે કાળ રૂપ વ્યાઘાતની અપેક્ષાથી તેઓ પાંચ મહાવિદેહોમાં તથા ચક્ર. વતિના સ્કન્ધાવામાં એટલે કે કટકમાં. તથા બલદેવના સ્કંધાવામાં, વાસુદેવના સ્કધા વારમાં માંડલિકોન કંધાવામાં ગ્રામનિવેશમાં ગ્રામના જન સમૂહનાપડાવમાં નગર નિશેષોમાં બેટ નિવેશમાં કર્બટ નિવેશમાં, મડઓ નિવેશમાં, દ્રોણમુખ નિવેશમાં. પત્તને નિવેશોમાં, આકર-ખાણના નિવેશમાં આશ્રમ નિવેશમાં, રાજધાનીના નિવેશમાં, અને તેનાજ વિનાશોમાં અર્થાત વિનાશની ઉપસ્થિતિમાં આસાલિકો સંમૂર્શિત થાય છે. અર્થાત આ સઘળા સ્થાનમાં આસાલિક સમૂચ્છના જન્મથી ઉત્પન્ન થાય છે. તેની અવગાહના જઘન્યથી આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણની હોય છે. આ અવગાહના તેમના ઉત્પાદ-ઉત્પત્તીના પ્રથમ સમયની છે. અને ઉત્કૃષ્ટથી તેઓની અવગાહના બાર એજનની હોય છે. પિતાને અનુરૂપ વિષંભ અને બાહલ્યથી-વિશાળ ભૂમિને વિદારીને ત્યાંથી સંમૂચ્છિત થાય છે. તેઓ અસંશી હોય છે. મિથ્યાદષ્ટિ વાળા હોય છે. અને અજ્ઞાની હોય છે. તેઓ એક અંતમુહૂર્તની આયુષ્યને લઈને સંમૂછિત થાય છે. આ આસાલિકે ગર્ભજ હોતા નથી. પરંતુ સંમૂછન જન્મવાળા હોય છે. મનુષ્ય ક્ષેત્રની અંદર જ તેઓ સંમૂરિજીત થાય છે. મનુષ્ય ક્ષેત્રની બહાર નહી. મનુષ્યક્ષેત્રમાં પણ તેઓ બધે જ ઉત્પન્ન થતા નથી. પરંતુ અઢાઈ દ્વીપમાં જ ઉત્પન્ન થાય છે તેથી તેઓ લવણસમુદ્રમાં અને કાલેદધિ સમુદ્રમાં ઉત્પન્ન થતા નથી. તેમ સમજવું. - હવે સૂત્રકાર મહોરગ સર્પોનું વર્ણન કરે છે. તેમાં ગૌતમસ્વામી પૂછે છે કે જિં તું મરો ” હે ભગવન્ મહારગ સર્પોના કેટલા ભેદો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે–“દો કહ્યાં sugard” હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રમાં મહારગેના ભેદ બતાવતાં જે પ્રમાણેનું નિરૂપણ કરેલ છે. એ પ્રમાણે તે સઘળું નિરૂપણ અહિયાં સમજી લેવું, પ્રજ્ઞાપના સૂત્રનું તે પ્રકરણ ટીકામાં આપવામાં આવેલ છે. તેને અર્થ આ પ્રમાણે છે –ગૌતમસ્વામી એ જ્યારે પ્રભુને એવું પૂછ્યું કે હે ભગવન મહોર કેટલા પ્રકારના છે ? તથા તેનું શું સ્વરૂપ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! મહારગે અનેક પ્રકારના હોય છે. મોટામાં મોટા જે સર્પો હોય છે, તેને મહોર કહેવાય છે. તેઓના શરીરે ઘણા જ વિશાળ હોય છે. તે પૈકી કેટલાક મહારગો એવા હોય
જીવાભિગમસૂત્ર