________________
એટલે કે ઉપગ લક્ષણસંપન્નતા જીવત્વનું સામાન્ય લક્ષણ છે. આ લક્ષણને જેમ સંસારી જેમાં સદ્ભાવ હોય છે, એ જ પ્રમાણે મુક્તજીમાં પણ સભાવ હોય છે. આ રીતે બનેમાં લક્ષણની સમાનતા છે. આ ઉપયોગલક્ષણની તુલ્યતાના કથન દ્વારા બૌદ્ધમત અને નૈયાયિકમતનું ખંડન થઈ જાય છે. બૌદ્ધો એવું માને છે કે “ક્ષણિક વિજ્ઞાન રૂપ જીવ છે.” જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી ક્ષણિક વિજ્ઞાનધારા સન્તાનરૂપે ચાલુ રહે છે. તત્ત્વજ્ઞાન વડે જ્યારે તે ધારા વિચ્છિન્ન થઈ જાય છે, ત્યારે વિજ્ઞાનધારાના સમુચ્છેદરૂપ મુક્તિની જીવને પ્રાપ્તિ થાય છે. મુક્તિ પ્રાપ્ત કર્યા બાદ મુક્ત જીવમાં જ્ઞાન રહી શકતું નથી, બૌદ્ધોની આ માન્યતા બરાબર નથી એવું પ્રતિપાદન કરવા નિમિત્તે આચાર્ય કહે છે કે-જેમ જીવ ઉપયાગરૂપ લક્ષણવાળે છે, તે કયે બુદ્ધિમાન પુરુષ પિતાના જ વને માટે પ્રયત્ન કરશે? સમસ્ત જીવે કર્મના ઉદયને લીધે જે દુઃખ આવી પડે છે. તેમને દૂર કરવા પ્રયત્ન કરે છે–કોઈ પણ જીવ પોતાના સ્વરૂપને નાશ કરવાનો પ્રયત્ન કરતે નથી. જે મોક્ષમાં સ્વસ્વરૂપને જ નાશ થઈ જતું હોય, તે તેની પ્રાપ્તિને માટે પ્રયત્ન જ શા માટે કરવામાં આવે ? પરંતુ તેની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરતા જી જોવામાં આવે છે. તમારી માન્યતા અનુસાર જે ત્યાં સ્વ–આત્માના સ્વરૂપ-વિજ્ઞાનને જ નાશ થઈ જ હોય, તે યે બુદ્ધિમાન માણસ પોતાના સ્વરૂપના વિનાશને માટે પ્રયત્ન કરશે?
એજ પ્રમાણે તૈયાયિકની એવી માન્યતા છે કે બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધમ, અને સંસ્કાર આ નવ આત્મગુણોને સદંતર નાશ થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આ માન્યતા પણ સંગત લાગતી નથી, કારણ કે જ્ઞાનાદિ ગુણ જીવના નિજસ્વરૂપ છે. શું તેના ઉછેદને માટે કઈ પણ જીવ પ્રયત્ન કરે ખરે? આ પ્રકારે સંસારી જીવ અને મુક્તજીવમાં ઉપયાગરૂપ સામાન્ય લક્ષણની અપેક્ષાએ સમાનતા છે. તેથી બૌદ્ધ અને તૈયાયિકમતની ઉપર્યુક્ત માન્યતા બુદ્ધિગમ્ય નથી. એજ વાત પ્રકટ કરવાને માટે સૂત્રકારે સૂત્રમાં બે ચકારોને પ્રયોગ કર્યો છે. આ વિષયને અનુલક્ષીને વિસ્તૃત વિવેચન અન્ય શાસ્ત્રગ્રંથમાં કરવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ વાચકેએ તે ત્યાંથી વાંચી લેવું. અહીં તે મેં માત્ર સૂત્રની સાથે સંબંધ ધરાવતી વાતનું જ વિવેચન સંક્ષિપ્ત રૂપે કર્યું છે–અહીં વિશેષ વિવેચન કર્યું નથી. આ સૂત્રમાં જવાનું અને માત્ર અજીનું ઉચ્ચારણ કર્યા વિના જ તેમની સાથે અભિગમ શબ્દને યુક્ત કરીને જે પ્રશ્ન કરવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે અભિગમ વિનાં તેમની પ્રતિપત્તિ (સાચું જ્ઞાન) થઈ શકતી નથી જીવ-અછવાદિકમાં અભિગમ્યતા રૂપ ધર્મને સમજાવવાને માટે તેમની સાથે અભિગમ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કથનને ભાવાર્થ એ છે કે જીવ અને અજીવમાં જ્ઞાનવિષયતા સમજાવવાને માટે જ બનેની સાથે અભિગમ શબ્દ જોડવામાં આવ્યો છે. તેથી “જીવ જ્ઞાનનો વિષય નથી.” આ પ્રકારને અદ્વૈતવાદીઓ-વેદાનતીઓને જે મત છે તેનું ખંડન થઈ જાય છે. કારણ કે જે જીવને ય-જ્ઞાનના વિષય રૂપ ન માનવામાં આવે, તો તેનું જ સ્વરૂપ છે તે જાણી શકાય નહીં. અને તેના સ્વરૂપને જાણ્યા વિના સંસારની નિવૃત્તિ રૂપ અને નિરતિશયાનન્દની પ્રાપ્તિ રૂપ મેક્ષની પ્રાપ્તિ માટે કઈ પણ જીવ પ્રવૃત્તિ જ ન કરે. તે પછી મોક્ષાદિની પ્રાપ્તિને માટે જે શાસ્ત્રની રચના કરવામાં આવી છે, તે પણ નિરર્થક બની જાય. તે નિરર્થક ન બની જાય તે માટે જીવ અને અજીવની સાથે અભિગમ શબ્દને ચેજિત કરીને તેમને જ્ઞાનના વિષયરૂપ પ્રકટ કરવામાં આવેલ છે. વસ્તુતઃ તે જીવનું જ આ પ્રકરણ છે, તેથી સર્વત્ર જીવ અને અજીવના ભેદ સમજવા જોઈએ. જીવાભિગમસૂત્રા